મુંબઈ : ભારત સાથે અમેરિકાની ટ્રેડ ડિલમાં કૃષિ અને ડેરી ક્ષેત્રે ભારત આયાત મામલે મુક્તિ આપવા તૈયાર નહીં હોવાના અને એને લઈ ટ્રેડ ડિલ વિલંબમાં પડવાના અહેવાલોએ આજે ફંડો, મહારથીઓ શેરોમાં ઉછાળે સાવચેત બન્યા હતા. ભારતીય શેર બજારોમાં ગઈકાલે નરમાઈ બાદ આજે પોઝિટીવ ટ્રેન્ડ સાથે ટ્રેડિંગની શરૂઆત થયા છતાં ટ્રેડ ડિલ મામલે અનિશ્ચિતતા અને ફરી ઈરાન મામલે અમેરિકા, ઈઝરાયેલ દ્વારા યુદ્વનું ટેન્શન વધવાના એંધાણે વૈશ્વિક બજારોમાં પણ સાવચેતી રહી હતી. સેન્સેક્સની વિકલી એક્સપાયરી રહેતાં આજે ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટી જોવાઈ હતી. ફંડોની કેપિટલ ગુડઝ, કન્ઝયુમર ડયુરેબલ્સ, મેટલ, ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની ખરીદી સામે ઓટોમોબાઈલ, એફએમસીજી, આઈટી શેરોમાં પ્રોફિટ બુકિંગ રહ્યું હતું. સેન્સેક્સ ૮૩૫૭૨થી ૮૩૮૭૫ વચ્ચે અથડાઈ અંતે ૯૦.૮૩ પોઈન્ટ વધીને ૮૩૬૯૭.૨૯ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ પણ ૨૫૫૯૪થી ૨૫૫૦૨ વચ્ચે અથડાઈ અંતે ૨૪.૭૫ પોઈન્ટ વધીને ૨૫૫૪૧.૮૦ બંધ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ શેરોમાં કાર્બોરેન્ડમ રૂ.૩૦ વધી રૂ.૯૯૭ : ભારત ઈલેક્ટ્રોનિક્સ, ટીટાગ્રહ, સિમેન્સ વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં આજે સિલેક્ટિવ ખરીદી રહી હતી. કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૩૦.૪૦ વધીને રૂ.૯૯૭.૧૫, ભારત ઈલેક્ટ્રોનિક્સ નવા ઓર્ડરના આકર્ષણે રૂ.૧૦.૬૦ વધીને રૂ.૪૩૨.૩૦, ટીટાગ્રહ રૂ.૨૧.૨૫ વધીને રૂ.૯૬૩.૯૦, સિમેન્સ રૂ.૭૦.૮૫ વધીને રૂ.૩૩૨૨.૯૫, ભારત ડાયનામિક્સ રૂ.૩૫.૭૫ વધીને રૂ.૧૯૮૦.૩૫, પોલીકેબ રૂ.૧૧૧.૩૫ વધીને રૂ.૬૬૬૦, એસકેએફ ઈન્ડિયા રૂ.૬૦.૨૦ વધીને રૂ.૪૮૭૮, મઝગાંવ ડોક રૂ.૩૧.૨૫ વધીને રૂ.૩૨૭૫.૨૫, હિન્દુસ્તાન એરોનોટિક્સ રૂ.૩૮.૮૫ વધીને રૂ.૪૯૧૧.૨૦, કિર્લોસ્કર એન્જિનિયરીંગ રૂ.૬.૩૫ વધીને રૂ.૮૫૮, કેઈઆઈ રૂ.૨૫.૧૫ વધીને રૂ.૩૮૨૦, જયોતી સીએનસી રૂ.૬.૭૫ વધીને રૂ.૮૫૮, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૮.૯૫ વધીને રૂ.૮૭૫૭.૫૫ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૨૦૦.૭૦ પોઈન્ટ વધીને ૭૨૫૩૩.૪૭ બંધ રહ્યો હતો.
કન્ઝયુમર શેરોમાં અંબર રૂ.૩૧૪ વધી રૂ.૭૦૮૨ : બ્લુ સ્ટાર, કલ્યાણ જવેલર્સ વધ્યા : ડિક્સન ડાઉનગ્રેડે ઘટયો
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં પણ આજે પસંદગીની ખરીદી રહી હતી. અંબર રૂ.૩૧૪.૧૫ વધીને રૂ.૭૦૮૨.૬૫, બ્લુ સ્ટાર રૂ.૬૬.૯૦ વધીને રૂ.૧૭૦૩.૮૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૪.૩૦ વધીને રૂ.૫૭૦.૦૫, એશીયન પેઈન્ટસ રૂ.૨૭.૫૦ વધીને રૂ.૨૩૬૮.૮૫, વોલ્ટાસ રૂ.૧૧.૭૫ વધીને રૂ.૧૩૨૬.૦૫ રહ્યા હતા. જ્યારે ડિક્સન ટેકનોલોજીસ ઈન્ડિયાને મોર્ગન સ્ટેનલીએ ડાઉનગ્રેડ કરી અન્ડરપર્ફોર્મર કરતાં શેર રૂ.૨૩૯.૦૫ ઘટીને રૂ.૧૪૭૧૨.૧૫ રહ્યો હતો. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૨૫૯.૮૬ પોઈન્ટ વધીને ૬૦૦૪૩.૯૭ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં ફંડો વેચવાલ : સેનસ્ટાર, ડાયમન્ડ, હોનાસા, એલટી ફૂડ્સ, નેસ્લે ઈન્ડિયા ઘટયા
એફએમસીજી શેરોમાં ફંડોએ આજે પ્રોફિટ બુકિંગ કર્યું હતું. સેનસ્ટાર રૂ.૩.૯૪ ઘટીને રૂ.૧૦૧, ડાયમન્ડ ડીવાયડી રૂ.૩૩.૮૦ ઘટીને રૂ.૧૦૨૨.૮૫, હોનાસા રૂ.૮.૫૦ ઘટીને રૂ.૩૦૨.૨૦, એલટી ફૂડ્સ રૂ.૧૧.૩૦ ઘટીને રૂ.૪૭૫, નેસ્લે ઈન્ડિયા રૂ.૫૫.૩૦ ઘટીને રૂ.૨૪૧૦.૨૫, રેડિકો રૂ.૪૮.૮૫ ઘટીને રૂ.૨૫૭૦.૩૦, બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૦૬.૯૫ ઘટીને રૂ.૫૭૪૫.૦૫, જીલેટ ઈન્ડિયા રૂ.૧૭૩.૩૦ ઘટીને રૂ.૧૦,૭૪૦, ટેસ્ટી બાઈટ રૂ.૧૫૭.૫૦ ઘટીને રૂ.૧૦,૯૨૯ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૧૩૬.૮૩ પોઈન્ટ ઘટીને ૨૦૧૦૪.૪૯ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં પ્રોફિટ બુકિંગ : ઉનો મિન્ડા, મધરસન સુમી, ભારત ફોર્જ, બોશ, ટાટા મોટર્સ ઘટયા
ચોમાસાની સારી પ્રગતિ છતાં અમેરિકા સાથે ટ્રેડ ડિલ મામલે ફરી અનિશ્ચિતતાએ ફંડોનું ઓટો શેરોમાં પણ નવી ખરીદી અટકી સાધારણ પ્રોફિટ બુકિંગ થયું હતું. ઉનો મિન્ડા રૂ.૨૭.૪૦ ઘટીને રૂ.૧૦૭૭.૨૦, મધરસન રૂ.૨.૬૫ ઘટીને રૂ.૧૫૨.૧૫, ભારત ફોર્જ રૂ.૨૧.૨૦ ઘટીને રૂ.૧૨૮૬.૭૦, સોના કોમ રૂ.૫.૪૦ ઘટીને રૂ.૪૭૬.૧૦, ટીવીએસ મોટર રૂ.૨૬.૭૫ ઘટીને રૂ.૨૮૯૨.૧૦, બોશ રૂ.૨૫૮.૭૦ ઘટીને રૂ.૩૨,૪૦૦.૩૫, ટાટા મોટર્સ રૂ.૪.૧૦ ઘટીને રૂ.૬૮૩.૯૫ રહ્યા હતા.
આઈટી શેરોમાં ફંડો હળવા થયા : બીએલએસઈ, ન્યુજેન, ઓનવર્ડ ટેકનો, એફલે, ટાટા એલેક્સી ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ નવી મોટી ખરીદીમાં સાવચેતી સાથે નફારૂપી વેચવાલી રહી હતી. બીએલએસઈ રૂ.૪.૪૦ ઘટીને રૂ.૧૯૯, ન્યુજેન રૂ.૨૧.૯૦ ઘટીને રૂ.૧૧૪૯.૪૦, ઓનવર્ડ ટેકનોલોજી રૂ.૬.૧૫ ઘટીને રૂ.૩૪૧.૨૦, એફલે રૂ.૩૪.૭૦ ઘટીને રૂ.૧૯૬૫.૩૦, ટાટા એલેક્સી રૂ.૯૫ ઘટીને રૂ.૬૨૧૫, રેટગેઈન રૂ.૬.૬૦ ઘટીને રૂ.૪૫૦.૧૦, જેનેસિસ રૂ.૮.૯૦ ઘટીને રૂ.૬૩૪.૫૦, રામકો સિસ્ટમ રૂ.૫.૨૦ ઘટીને રૂ.૪૦૪, ટેક મહિન્દ્રા રૂ.૧૭.૭૦ ઘટીને રૂ.૧૬૬૯.૬૦ રહ્યા હતા.
મેટલ-માઈનીંગ શેરોમાં પસંદગીનું આકર્ષણ : એપીએલ અપોલો, વેદાન્તા, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. એપીએલ અપોલો રૂ.૨૩.૧૦ વધીને રૂ.૧૭૬૦.૨૫, વેદાન્તા રૂ.૪.૯૫ વધીને રૂ.૪૬૫.૮૦, સેઈલ રૂ.૧.૪૦ વધીને રૂ.૧૩૩.૩૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૯.૯૫ વધીને રૂ.૧૦૨૯.૩૫, જિન્દાલ સ્ટીલ રૂ.૯.૦૫ વધીને રૂ.૯૫૦.૪૫, હિન્દાલ્કો રૂ.૧.૬૦ વધીને રૂ.૬૯૪.૬૫ રહ્યા હતા.
એનજીએલ ફાઈન, સુવેન, ઓર્ચિડ ફાર્મા, અપોલો હોસ્પિટલ, આરપીજી લાઈફ, લૌરસ લેબ વધ્યા
હેલ્થકેર-ફાર્મા શેરોમાં ફંડોની પસંદગીની ખરીદી ચાલુ રહી હતી. એનજીએલ ફાઈન રૂ.૫૪.૭૦ વધીને રૂ.૧૧૪૯.૫૫, સુવેન રૂ.૧૧.૭૦ વધીને રૂ.૨૫૬.૫૦, ઓર્ચિડ ફાર્મા રૂ.૨૬.૪૫ વધીને રૂ.૭૩૯.૯૦, અપોલો હોસ્પિટલ રૂ.૨૫૧.૪૫ વધીને રૂ.૭૪૯૪.૨૦, આરપીજી લાઈફ રૂ.૭૪.૦૫ વધીને રૂ.૨૫૫૪.૫૦, લૌરસ લેબ રૂ.૨૧.૧૦ વધીને રૂ.૭૪૬, ગ્લેન્ડ ફાર્મા રૂ.૪૪.૭૫ વધીને રૂ.૧૮૭૬.૭૦, આરતી ફાર્મા રૂ.૨૦.૪૫ વધીને રૂ.૯૧૨.૬૦ રહ્યા હતા.
ઈસાફ સ્મોલ ફાઈ., આઈડીએફસી ફર્સ્ટ બેંક, સિટી યુનિયન બેંક, આરબીએલ બેંકમાં ફંડોની તેજી
ફાઈનાન્શિયલ સર્વિસિઝ, અન્ય બેંકિંગ શેરોમાં ઈસાફ સ્મોલ ફાઈનાન્સ બેંક રૂ.૩.૧૭ વધીને રૂ.૩૫.૪૬, આઈડીએફસી ફર્સ્ટ બેંક રૂ.૪.૪૨ વધીને રૂ.૭૭.૨૪, સિટી યુનિયન બેંક રૂ.૧૧.૩૦ વધીને રૂ.૨૩૦.૩૫, આરબીએલ બેંક રૂ.૧૧.૩૫ વધીને રૂ.૨૫૯.૯૫, ક્રેડિટ એક્સેસ રૂ.૪૪.૩૦ વધીને રૂ.૧૨૫૪.૮૫, ઈક્વિટાસ બેંક રૂ.૫.૬૫ વધીને રૂ.૨૧૮.૭૫ રહ્યા હતા.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ખરીદી જળવાઈ રહેતાં માર્કેટબ્રેઝથ પોઝિટીવ : ૨૦૨૧ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે સિલેક્ટિવ ખરીદી જળવાતાં અને એ ગુ્રપના શેરોમાં લેવાલીએ માર્કેટબ્રેડથ સાધારણ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૧૬૪ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૦૨૧ અને ઘટનારની સંખ્યા ૧૯૮૯ રહી હતી.
FPIs/FIIની રૂ.૧૯૭૦ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૭૭૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે આજે મંગળવારે શેરોમાં કેશમાં રૂ.૧૯૭૦.૧૪ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૧,૫૫૬.૯૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૫૨૭.૦૮ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૭૭૧.૦૮ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૨,૯૨૧.૯૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૧૫૦.૮૮ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧૦ હજાર કરોડ વધીને રૂ.૪૬૧.૨૬ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટી બેઝડ મર્યાદિત મજબૂતી સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના ઘણા શેરોમાં ઉછાળે વેચવાલી રહ્યા સામે પસંદગીના શેરોમાં આકર્ષણ રહેતાં રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ આજે રૂ.૧૦ હજાર કરોડ વધીને રૂ.૪૬૧.૨૬ લાખ કરોડ રહ્યું હતું.