એફએસએલમાંથી બન્ને કેસોના હજુ સુધી રિપોર્ટ નથી
બન્ને ભેદી ઘટના પાછળનો મદાર એફએસએલ રિપોર્ટ પર અટ્કયો છે
ભુજ: પશ્ચિમ કચ્છમાં બનતાં ગંભીર બનાવોમાં એફએસએલમાંથી રિપોર્ટ લાંબા સમય સુધી આવતા ન હોવાને કારણે ઘટના પાછળનું રહશ્ય બહાર આવતું નથી. મુંદરા તાલુકાના નાના કપાયા ગામે ગટરના ખાડામાં ગળા પર કસીને કપડું બાંધેલી હાલતમાં અજાણી યુવતીની લાશ મળી આવી હતી. એ ઘટનાને ૪૦ દિવસ ઉપર થયા છતાં તેનો એફએસએલ રિપોર્ટ આવ્યો નથી. તેવી જ રીતે મુંદરા તાલુકાના ગજોડ ડેમ નજીકથી ભુજના યુવકની લોહિલૂહાણ હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં યુવકનું મોત આપઘાત કરી લેવાથી કે કોઇએ હત્યા કરી છે. તે હજુ એફએસએલના રિપોર્ટના કારણે જાણી શકાયું નથી આમ બન્ને ચકચારી બનાવ પાછળનો ભેદે એફએસએલના રિપોર્ટ પર રહ્યો છે.
ગત ૧૩ ફેબ્રુઆરીના સવારે નાના કપાયા ગામે ગટરના નાલામાંથી અંદાજે ૨૫ વર્ષની અજાણી યુવતીની ગળામાં કસીને કપડું બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. યુવતીના હાથ પર જ્યોતિ અને કનૈયા લખેલું જોવા મળ્યું હતું. પોલીસના અથાગ પ્રયત્નો છતાં યુવતીની ઓળખ અને તેણીએ આપઘાત કર્યો છે. કે, તેની હત્યા કરીને ફેંકી દેવાઇ છે. તે બાબતે મુંદરા પોલીસ જાણી શકી નથી યુવતીનું શરીર ફુગી ગયેલું હોઇ ઘટના પાછળનું કારણ જાણવા એફએસએલમાં વીસેરા મોકલવામાં આવ્યા હતા. પરંતુ આ ઘટનાને ૪૦ દિવસથી ઉપરનો સમય થઇ ગયો હોવા છતાં એફએસએલમાંથી રિપોર્ટ આવ્યો નથી જેને કારણે પોલીસ યુવતીના મોત પાછળનું કારણ જાણી શકી નથી. એ જ રીતે ચાર દિવસ પહેલા મુંદરાના ગજોડ ડેમ પાસેથી યુવકની ભેદી સંજોગોમાં લોહિલૂહાણ હાલતમાં લાશ મળી આવી હતી. એ ઘટનામાં પ્રાગપર પોલીસે આપઘાત કે, હત્યા અંગેનું કારણ જાણવા એફએસએલમાં વીસેરા મોકલ્યા છે. પણ હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી જેને કારણે યુવકનું મોત કઇ રીતે થયું તે હજુ સુધી પ્રાગપર પોલીસ જાણી શકી નથી.
નાના કપાયાની ઘટનામાં એડી દાખલ ,ભુજના યુવકના મોતમાં હત્યાનો ગુનો નોંધાયો
નાના કપાયાના કેસમાં મુંદરા પોલીસ કેસ ડીટેકશનની રાહ જોઇ રહી છે. અને સ્ટેશન ડાયરીમાં અકસ્માત મોતનો બનાવ દર્જ કર્યો છે. જ્યારે પ્રાગપર પોલીસે ગજોડ ડેમ પાસે ભુજના યુવાનની લાશ મળી આવ્યાની ઘટનામાં ઉતાવડે હત્યાની કલમ તળે અજાણ્યા લોકો સામે ગુનો નોંઘ્યો છે. ખરેખર આ કેસ શંકાસ્પદ જણાઇ રહ્યો છે. ઇન્સ્ટ્રાગ્રામ પર ૫૫ પાનાની સુસાઇડ નોટ લખીને ભુજના હતભાગી યુવકે આક્ષેપો કર્યા છે. ત્યારે જો આપઘાત નીકળશે તો, શું પોલીસ યુવકને મરવા મજબુર કરનારાઓ સામે ગુનો નોંધશે કે, કેમ તે ચાર્ચા ચાલી રહી છે.
કંઢેરાઇમાં યુવતીએ પડતું મુકીને આત્મહત્યાનું એફએસએલ રિપોર્ટમાં આવ્યું
ગત ૫ જાન્યુઆરીના ભુજ તાલુકાના કંઢેરાઇ ગામની વાડીમાં ૨૨ વર્ષિય યુવતીનું ૫૦૦ ફૂટ ઉંડા બોરવેલમાં પડી જવાથી મૃત્યું થયું હતું. જેતે વખતે યુવતીને મારીને ફગાવી દેવાઇ છે. કે, તેણીએ કોઇ સંજોગોને કારણે પડતું મુકીને આપઘાત કર્યો છે. તે જાણવા પઘ્ધર પોલીસે યુવતીની ડેડબોડી બહાર કાઢીને એેફએસએલમાં વીસેરા મોકલ્યા હતા. જે અંગે એફએસએલમાંથી રિપોર્ટ આવ્યો હતો. કે, યુવતીના શ્વાસ ચાલુ હતા. અને લાંબો સમય બોરમાં પડી રહેવાને કારણે તેનું મૃત્યુ થયું હતું. તેણીને કોઇએ મારીને બોરમાં ફગાવી દીધી ન હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું હતું.