નિવૃતિના 8 મહિના બાદ પણ બંગલો ખાલી નથી કર્યો
દિવ્યાંગ પુત્રીઓને વિશેષ કાળજીની જરૂર હોવાથી બંગલો ખાલી કરવામાં મોડું થયાની જસ્ટિસ ચંદ્રચૂડની સ્પષ્ટતા
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડ હાલ પણ સરકાર દ્વારા ફાળવાયેલા બંગલામાં રહે છે, એવામાં સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર સરકારને પત્ર લખાયો છે જેમાં કહેવામાં આવ્યું છે કે સરકાર મુખ્ય ન્યાયાધીશ માટે ફાળવાયેલા આ બંગલાને ખાલી કરાવે. જ્યારે બંગલો ખાલી કરવામાં કેમ મોડુ થયું તે અંગે જસ્ટિસ ચંદ્રચૂડે પણ સ્પષ્ટતા કરી હતી.