Complaint filed against RCB star bowler Yash Dayal : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમતા ડાબોડી ફાસ્ટ બોલર યશ દયાલ ચર્ચામાં આવ્યો છે. ગાઝિયાબાદની એક યુવતીએ યશ દયાલ પર માનસિક અને જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે યશ દયાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.
RCB ક્રિકેટર યશ દયાલ પર જાતીય શોષણનો આરોપ
ગાઝિયાબાદના ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક યુવતીએ RCB ક્રિકેટર યશ દયાલ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો છે.