gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

દર પાંચમાંથી ત્રણ વ્યક્તિના માથે ત્રણથી વધુ EMI, મધ્યમ વર્ગ માટે માથાનો દુઃખાવો | emis hurt indian m…

G METRO NEWS by G METRO NEWS
July 9, 2025
in Business
0 0
0
દર પાંચમાંથી ત્રણ વ્યક્તિના માથે ત્રણથી વધુ EMI, મધ્યમ વર્ગ માટે માથાનો દુઃખાવો | emis hurt indian m…
0
VIEWS
Share on FacebookShare on Twitter

EMI Trap: આજના હાઈટેક યુગમાં જ્યાં તમામ નાણાકીય વ્યવહાર મોબાઈલ ફોન મારફત મિનિટોમાં થઈ રહ્યા છે, સાથે સાથે  મોંઘામાં મોંઘી વસ્તુઓ ખરીદવા માટે હવે રોકડની જરૂર રહી નથી. તેમાં પણ ક્રેડિટની સુવિધા મળતાં હવે ખાતામાં બેલેન્સ હોય કે ન હોય લોકો મન ભરીને ખરીદી કરી રહ્યા છે. પરંતુ શું આ ખરીદી વાજબી છે કે નહીં, તેની જાણકારી મેળવવી આવશ્યક છે. તમામ વસ્તુની ખરીદીમાં મળતી લોન-ફાઈનાન્સની સુવિધાથી ખાસ કરીને યુવાનો પોતાના બજેટ બહારની મોજશોખની વસ્તુઓ ખરીદી રહ્યા છે. અને બાદમાં EMIના બોજા હેઠળ દબાઈ જાય છે. 

EMIનો બોજો મધ્યમવર્ગ માટે જોખમી

EMIનો બોજો મધ્યમવર્ગ માટે જોખમી છે. ફાઈનાન્સિયલ એક્સપર્ટ તપસ ચક્રવર્તીએ ‘EMI ડેટ ટ્રેપ’ નો  સામાન્ય ફોર્મ્યુલા રજૂ કરતાં સમજાવ્યું છે કે, મધ્યમવર્ગ EMIના વિષ ચક્રમાં ફસાઈ ગયુ છે. મધ્યવર્ગ માટે આજે કમાઓ, ઉધાર લો, ચૂકાવો, ફરી કમાઓ, કોઈ બચત નહીં, ફરી સ્વાઈપ કરોની પેટર્ન બની છે. ક્રેડિટ કાર્ડ  અને સરળ ફાઈનાન્સની સુવિધાના માધ્યમથી મધ્યમવર્ગ પોતાની કમાણી કરતાં વધુ ખર્ચાઓ કરતો થયો છે. અને બાદમાં તેનો EMI ભરવા તનતોડ મહેનત કરે છે. જેમાં બચતના નામે માત્ર ક્રેડિટ કાર્ડ પોઈન્ટ્સ જ રહે છે. કોઈપણ પ્રકારની બચત ન થતાં ઈમરજન્સી ખર્ચા દરમિયાન માથે હાથ દઈને રોવાનો વારો આવે છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશ પર 35 ટકા ટેરિફથી ભારતના ગારમેન્ટ ઉદ્યોગ માટે સ્થિતિ સાનુકૂળ

એક હાથથી કમાણી અને બીજા હાથથી ઉધારી ચૂકવવાની

‘EMI ડેટ ટ્રેપ’ ફોર્મ્યુલા અનુસાર, વ્યક્તિ એક હાથથી કમાણી કરે છે અને બીજા હાથે તમામ કમાણી EMI ચૂકવવામાં ખર્ચી નાખે છે. જેથી કોઈ બચત તો થતી નથી પરંતુ ફરી ઉધારી લેવાનો વારો આવે છે. ઘરેલુ દેવું ભારતના કુલ જીડીપીના 42 ટકા થયું છે. જેમાં 32 ટકાથી વધુ હિસ્સો ક્રેડિટ કાર્ડ, પર્સનલ લોન, અને બાય નાઉ પે લેટરનો છે. ભારતમાં વેચાતાં 70 ટકા આઈફોન EMI પર ખરીદાય છે. ઘણા લોકો એક સાથે વિવિધ લોનના EMIનો બોજો સહન કરી રહ્યા છે. દર પાંચમાંથી ત્રણ લોકોના માથે એક સાથે ત્રણથી વધુ લોનનું ભારણ છે. માસિક EMI પર થતો ખર્ચ ઘરનું બજેટ ખોરવી નાખે છે. ઘણી વખત બિનજરૂરી એવી વસ્તુઓની ખરીદી થઈ જાય છે, કે તેનો EMI ચૂકવવા જીવન જરૂરી વસ્તુ પર કાપ મૂકવો પડે છે.

નાની રકમના EMI બન્યા માથાના મોટા દુઃખાવા

દેખાદેખીના યુગમાં આજે દર પાંચમાંથી ત્રણ લોકો ત્રણથી વધુ લોનના EMI ચૂકવી રહ્યા છે. EMIની રકમ નાની-નાની હોવાથી તેઓ મોટાપાયે ખરીદી તો કરી લે છે. પરંતુ તે નાની-નાની રકમનો EMI મહિનાના અંતે માથાનો મોટો દુઃખાવો બની જાય છે. ઉદાહરણ તરીકે 2,400 રૂપિયાની ફોન EMI, 3,000 રૂપિયાની લેપટોપ EMI, 4,000 રૂપિયાની બાઇક EMI અને 6,500 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ બિલ, આ બધાને એકસાથે જોડીએ તો દર મહિને 25,000 રૂપિયા EMIમાં જતા રહે છે અને મધ્યમ વર્ગ માટે આ એક મોટી રકમ હોઈ શકે છે. આ જાળના ચક્કરમાં કોઈ બચત નહીં… કોઈ સહારો રહેતો નથી.

માત્ર અમીર દેખાવા લોન ન લો

EMIના વિષચક્રમાં ફસાઈ ન જાવ તે માટે હંમેશા વસ્તુ ખરીદતા પહેલાં પોતાની જરૂરિયાત નક્કી કરો. દેખાદેખી કે અમીર દેખાવાની ઈચ્છામાં મોંઘીદાટ અને બિનજરૂરી ચીજો ખરીદશો નહીં. પોતાની આવકના 40 ટકાથી વધુ EMI હોવો ન જોઈએ. મહ્દ અંશે EMI આવકના 20 ટકા સુધીનો હોય તો શ્રેષ્ઠ નાણાકીય આયોજન કરી શકાય. બચત પણ થાય અને રોકાણ પણ. ઈમરજન્સી અને પોતાની સુરક્ષા માટે સેફ્ટી ફંડની રચના કરો. જેના માટે તમે એસઆઈપી, ઈન્સ્યોરન્સનો વિકલ્પ અપનાવી શકો છો.

(નોંધઃ અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી પૂરતી છે. ગુજરાત સમાચાર નાણાકીય આયોજન મામલે કોઈ સલાહ આપતુ નથી.)

દર પાંચમાંથી ત્રણ વ્યક્તિના માથે ત્રણથી વધુ EMI, મધ્યમ વર્ગ માટે માથાનો દુઃખાવો 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NPCIએ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે નિયમોમાં કર્યા બદલાવ: હવે જલદી મળી જશે યુઝર્સને પૈસા | NPCI change UP…
Business

NPCIએ નિષ્ફળ ટ્રાન્ઝેક્શન માટે નિયમોમાં કર્યા બદલાવ: હવે જલદી મળી જશે યુઝર્સને પૈસા | NPCI change UP…

July 19, 2025
ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદી જનતાને મોંઘા ભાવે શાકભાજી વેચી નફાખોરી કરતા વેપારીઓ | vegetable traders…
Business

ખેડૂતો પાસેથી સસ્તામાં ખરીદી જનતાને મોંઘા ભાવે શાકભાજી વેચી નફાખોરી કરતા વેપારીઓ | vegetable traders…

July 19, 2025
નિફટીએ 25000ની સપાટી ગુમાવી: સેન્સેકસ 500 પોઈન્ટ ઘટી 82000ની અંદર ઉતરી આવ્યો | Nifty loses 25000 lev…
Business

નિફટીએ 25000ની સપાટી ગુમાવી: સેન્સેકસ 500 પોઈન્ટ ઘટી 82000ની અંદર ઉતરી આવ્યો | Nifty loses 25000 lev…

July 19, 2025
Next Post
કારગિલ-સિયાચિનમાં તાકાત બતાવનારા ફાઈટર જેટ જગુઆરની કહાની, એક વર્ષમાં ત્રીજી દુર્ઘટના, હવે આ વિમાન બન્યા ‘ભંગાર’

કારગિલ-સિયાચિનમાં તાકાત બતાવનારા ફાઈટર જેટ જગુઆરની કહાની, એક વર્ષમાં ત્રીજી દુર્ઘટના, હવે આ વિમાન બન્યા 'ભંગાર'

ISSએ ભારતના અંતરિક્ષમાંથી ભરી ઉડાન, કોડાઈકેનાલ કેમરામાં કેદ થયા શુભાંશુ શુક્લા

ISSએ ભારતના અંતરિક્ષમાંથી ભરી ઉડાન, કોડાઈકેનાલ કેમરામાં કેદ થયા શુભાંશુ શુક્લા

પત્નીના ચરિત્ર પર શંકાના આધારે ડીએનએ ટેસ્ટ થઇ  શકે નહી, અદાલતનો આદેશ

પત્નીના ચરિત્ર પર શંકાના આધારે ડીએનએ ટેસ્ટ થઇ શકે નહી, અદાલતનો આદેશ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કડક નિયમો ન હોવા છતાં સુરત સમિતિની શાળામાં 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું | Despite …

કડક નિયમો ન હોવા છતાં સુરત સમિતિની શાળામાં 100 ટકા હાજરીવાળા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધ્યું | Despite …

4 months ago
પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામનો નિર્ણય દ્વિપક્ષીય, કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી નહીં: વિદેશ સચિવે સંસદીય સમિતિને આપી જાણકારી

પાકિસ્તાન સાથે સંઘર્ષ વિરામનો નિર્ણય દ્વિપક્ષીય, કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી નહીં: વિદેશ સચિવે સંસદીય સમિતિને આપી જાણકારી

2 months ago
ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવાશે, સી.આર. પાટીલ | Strict action will be taken …

ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં દોષિતો વિરુદ્ધ કડક પગલા લેવાશે, સી.આર. પાટીલ | Strict action will be taken …

7 days ago
જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં નવસારીના પ્રોપર્ટી ડિલર ને 1 વર્ષની સજા : 8 લાખનો દંડ | Navsari pr…

જામનગરના ચેક રિટર્ન અંગેના કેસમાં નવસારીના પ્રોપર્ટી ડિલર ને 1 વર્ષની સજા : 8 લાખનો દંડ | Navsari pr…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News