Himachal Pradesh Weather Update : હિમાચલ પ્રદેશમાં ચોમાસાના વરસાદે ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં આ આફતમાં 749 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રાજ્યમાં વરસાદ, પૂર, ભૂસ્ખલનની વિવિધ ઘટનાઓમાં 91 લોકોના મોત અને 131 ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં હજુ 34 લોકો ગુમ હોવાના અહેવાલ સામે આવ્યા છે. મેઘતાંડવના કારણે 207 રસ્તાઓ પર આવન-જાવન બંધ થઈ ગઈ છે, જ્યારે 132 ટ્રાન્સફોર્મર પણ બંધ થતાં વીજળીનું સંકટ પણ ઉભું થયું છે. વિવિધ ઘટનાઓમાં 22,385 પશુ-પક્ષીઓ પાણીમાં વહી ગયા છે.