– જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન થતાં એક બાળકીનું મોત
ગુરુગ્રામ : ગુરુગ્રામમાં ભારે વરસાદના કારણે સરકારે કોર્પોરેટ ઓફિસ અને શાળા-કોલેજો માટે એડવાઈઝરી જાહેર કરી હતી. ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા હતા જેના કારણે જનજીવન ખોરવાયું હતું. શાળા-કોલેજોએ ઓનલાઈન ક્લાસની વ્યવસ્થા કરી હતી. કોર્પોરેટ ઓફિસ અને સરકારી કચેરીઓએ પણ કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સગવડ આપી હતી. ગુરુગ્રામમાં પાણી ભરાયા પછી અનેક ઠેકાણે ભૂવા પણ પડયા હતા.