– અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા
– ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરથી 3 કિમી ઉત્તર પૂર્વમાં જમીનથી 10 કિમી નીચે હતું
નવી દિલ્હી : હરિયાણામાં ઝજ્જર પાસે સવારે ૪.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેના આંચકા ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતાં.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર દિલ્હીથી ૫૧ કિમી પશ્ચિમમાં અને ઝજ્જરથી ૩ કિમી ઉત્તર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર હતું.