Bihar News : બિહારના બગાહા શહેરમાંથી એક દુ:ખદ સમાચાર આવ્યા છે. અહીં નગર પોલીસ સ્ટેશન વિસ્તારના રત્નમાલા ઘાટ પર ગંડક નદીમાં નહાવા ગયેલા પાંચ બાળકોમાંથી બે બાળકોના મોત થયા છે. બપોરે બધા બાળકો નહાવા માટે નદીમાં ગયા હતા ત્યારે આ ઘટના બની છે. નદીમાં અચાનક પાણી પ્રવાહ વધતા બાળકો ફસાઈ ગયા બાદ ડૂબવા લાગ્યા હતા. બાળકોએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો તુરંત દોડી આવ્યા હતા અને ત્રણ બાળકોને બચાવી લીધા છે, જોકે બે બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થતાં મોત થયું છે.