WPI Inflation falls in June: દેશમાં મોંઘવારી છેલ્લા બે મહિનાથી સતત ઘટી રહી છે. જૂનમાં જથ્થાબંધ મોંઘવારી ઘટી -0.13 ટકા સાથે 20 માસના તળિયે પહોંચી છે. અગાઉ ઓક્ટોબર, 2023માં તે -0.56 ટકા હતી. મે, 2025માં 0.39 ટકા અને એપ્રિલ, 2025માં 0.85 ટકા હતી. રોજિંદા જીવન જરૂરિયાત અને ખાણી-પીણીની ચીજોના ભાવ ઘટતાં મોંઘવારીમાં ઘટાડો થયો છે.
ખાણી-પીણીની ચીજોના ભાવ ઘટ્યાં
જૂનમાં રોજિંદા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો મોંઘવારી દર 2.02 ટકાથી ઘટી -3.38 ટકા થયો છે. જ્યારે ખાદ્ય પદાર્થોમાં જથ્થાબંધ ફુગાવો 1.72 ટકાથી ઘટી -0.26 ટકા થયો છે. ઈંધણ અને વીજનો જથ્થાબંધ ફુગાવો -2.27 ટકાથી ઘટી -2.65 અને મેન્યુફેક્ચરિંગનો WPI 2.04 ટકાથી ઘટી 1.97 ટકા નોંધાયો છે.
જથ્થાબંધ ફુગાવાની ગણતરી
મોંઘવારીનું આંકલન કરવા જુદી-જુદી ચીજવસ્તુઓની કેટેગરી તૈયાર કરવામાં આવી છે. જેમાં જથ્થાબંધ ફુગાવામાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્સનો હિસ્સો 63.75 ટકા, પ્રાઈમરી આર્ટિકલ્સ જેમાં ખાદ્ય ચીજોનો હિસ્સો 22.62 ટકા અને ઈંધણ-વીજનો હિસ્સો 13.15 ટકા હોય છે. જથ્થાબંધ ફુગાવો આ ચીજોના જથ્થાબંધ ભાવના આધારે ગણવામાં આવે છે. રિટેલ ફુગાવામાં ખાદ્ય ચીજોનો હિસ્સો 45.86 ટકા, હાઉસિંગનો 10.07 ટકા અને ઈંધણ સહિતની અન્ય ચીજોનો હિસ્સો 45 ટકા આસપાસ હોય છે.
ચાલુ કેલેન્ડર વર્ષમાં જથ્થાબંધ ફુગાવાના આંકડાં