ખાંભા તાલુકાના જામકા ગામની ઘટના : મધરાત્રે ઘરમાં ઘૂસી આવેલા શખ્સે પુત્રને મારી નાખવાની ધમકી આપીને 2 દિવસ જઘન્ય કૃત્ય આચર્યાની ફરિયાદ
અમરેલી, : અમરેલી જિલ્લામાં ફરી એકવાર દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં ખાંભા તાલુકાના જામકા ગામે રહેતા એક શખ્સે પરિણીતાના ઘરે રાત્રીના સમયે બે દિવસ ઘુસી આવીને રસોડા લઈ જઈ દુષ્કર્મ આચરતા વ્યથીત ખાંભા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.
ખાંભાના જામકા ગામે રહેતી પરિણીતાએ ખાંભા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.રર-રના રોજ દિકરાને ઉધરસ થતા તેને પાણી પાવા માટે ઉભી થયેલ હતી. જેથી રાત્રીના દોઢેક વાગ્યે ગામમાં જ રહેતો કાળુ રાઠોડ છરીને લઈને ઘરમાં ઘુસી પરિણીતાને અડપલા કરી રસોડામાં ઢસડી જઈ સાડી કાઢી દુષ્કર્મ આચર્યુ હતુ અને જો આ વાત કોઈને કહીશ તો દિકરાને મારી નાખવાની ધમકી આપી હતી. બીજા દિવસે ફરી એકવાર કાળુ રાઠોડે રસોડામાં લઈ જઈ પરિણીતા પર બળાત્કાર ગુર્જાયો હતો. જેથી પરિણીતાએ એસીડની બોટલ પી જતા ઉલટી થવાથી તાત્કાલિક રાજુલા અને ત્યારબાદ ભાવનગર ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી. જો કે આ ઘટનાની પરિણીતાએ તેના પતિ, સાસુ, જેઠને વાત કરતા આ અંગે ખાંભા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.