CM Devendra Fadnavis On Uddhav Thackeray : મહારાષ્ટ્રની રાજનીતિમાં વધુ એક હલચલ જોવા મળી રહી છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં મોટું નિવેદન આપતા કહ્યું કે, વર્ષ 2029 સુધી ભાજપ અને તેમનું ગઠબંધન વિપક્ષમાં જશે નહીં. તેમણે ઉદ્વવ શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેને ઈશારાથી સત્તા પક્ષમાં સામેલ થવા માટે ઓફર પણ આપી હતી. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે આવા સમયે આ પ્રકારનું નિવેદન સામે આવ્યું છે. ભાજપની આ પ્રકારની રણનીતિ BMCની ચૂંટણી પહેલા ઉદ્વવ જૂથ શિવસેનાની સ્થિતિને નબળી કરવાનો પ્રયાસ કહી શકાય.