– શહેર-જિલ્લાના જુદા જુદા 9 પોલીસ મથકમાં 14 શખ્સ સામે એનડીપીએસ હેઠળ ગુના નોંધાયા
– એસઓજીએ કુલ રૂા. 23.17 લાખની કિંમતનું 231.71 ગ્રામ ડ્રગ્સ તથા રૂા. 31.76 લાખની કિંમતનો 662 કિલો ગાંજો ઝડપ્યો
ભાવનગર : ભાવનગર શહેર જિલ્લામાં ડ્રગ્સ અને ગાંજા જેવા નશાકારક પદાર્થના ચોરી છુપીથી વેચાય અને સેવનની બદી વ્યાપેલી છે.યુવાધન નશાના રવાડે ચડી રહ્યું છે.ત્યારે ભાવનગર શહેર જિલ્લામાં છેલ્લા છ માસમાં રૂ. ૨૩.૭૧ લાખનું ડ્રગ્સ અને રૂ.૩૧.૭૬ લાખની કિંમતનો લીલો અને સૂકો ગાંજો સ્પેશિયલ ઓપરેશન ગુ્રપે ભાવનગરે ઝડપી લઇ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના નોંધ્યા છે.
ભાવનગર શહેર જિલ્લામાં યુવાધન નશાના રવાડે ચડી જિંદગીનો વેળા ફાટ કરી રહ્યું છે. તેની સાથે સાથ ભાવનગર શહેર જિલ્લામાં ડ્રગ્સ અને ગાંજાની વેચાણની પ્રવર્તી દિનપ્રતિદિન વધી રહી છે.ડ્રગ્સ અને ગાંજા જેવા નશાના કારોબારને નાથવા ભાવનગર પોલીસ તંત્રએ કમર કસી છે.અને યુવાધનને નાશના રવાડે ચડતું અટકાવવા માટે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને છેલ્લા છ માસ દરમિયાન ભાવનગર શહેર જિલ્લામાંથી એસઓજીએ કુલ રૂ.૨૩.૧૭ લાખની કિંમતનું ૨૩૧.૭૧ ગ્રામ ડ્રગ્સ તથા રૂ. ૩૧.૭૬ લાખની કિંમતનો ૬૬૨ કિલો ગાંજો ઝડપી લીધો હતો. જ્યારે શહેર અને જિલ્લાના અલગ અલગ ૯ પોલીસ મથકોમાં ૧૪ શખ્સો સામે એનડીપીએસ હેઠળ ગુના નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. ભાવનગરના ગ્રામ્ય પંચકોમાં ગાંજાનું વાવેતર મોટી સંખ્યામાં થાય છે.અને ખેતરમાં ઉભા પાકની આડમાં વાવેતર કરી નશાનો કારોબાર ચલાવતા હોય છે. તો ભાવનગર પંથકમાં એક મહિલા ઓરડીમાં ગાંજો છુપાવી નશાનો વેપલો ચલાવતી પકડાઈ હતી. જ્યારે ભાવનગર ગ્રામ્ય પંથકમાં આવેલા એક આશ્રમમાંથી ગાંજાનો જથ્થો ઝડપાયો હોવાના દાખલા પણ મોજુદ છે. ભાવનગર શહેર જિલ્લામાં ગાંજાના વાવેતર અને વેચાણની પ્રવૃત્તિ વધી રહી છે તેની સાથો સાથ ડ્રગ્સનો વેપલો પણ વધ્યો છે. અમદાવાદથી ડ્રગ્સની ડીલીવરી આપવા માટે ભાવનગર આવેલા શખ્સ અને ડીલેવરી લેનાર શખ્સને ભર બજારમાંથી પોલીસે ધરબોચી લીધા હતા. ભાવનગર જિલ્લાના દાઠા પંથકમાંથી છેલ્લા છ માસ દરમિયાન સૌથી વધારે ૪૪૦.૪૦ કિલો ગ્રામ રૂ.૨૨,૦૫,૫૦૦ નો ગાંજાનો જથ્થો ઝડપાયો છે. સ્પેશિયલ ઓપરેશન ગુ્રપ ભાવનગર ગ્રામ્ય પંથકોમાં ગાંજાનું વાવેતર થતું હોય ખેતરોમાં ઉગાવેલા ૬૨ જેટલા ગાંજાના લીલા છોડ ઝડપી લીધા હતા. આમ ભાવનગર શહેર જિલ્લામાં ગાંજા અને ડ્રગ્સની બદીને ડામી દેવા પોલીસ તંત્ર દ્વારા પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તદઉપરાંત શંકાસ્પદ સ્થળો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
નશાના કારોબારને ડામી દેવા પોલીસ કટિબદ્ધ – એસપી
ભાવનગરમાં ગાંજા અને ડ્રગ્સ જેવા નશાના કારોબારને ડામી દેવા પોલીસ તંત્ર કટિબધ્ધ છે.તથા એસઓજી વર્ષ ૨૦૨૫ના આરંભે માર્ચ મહિનામાં એક ઇસમને ૩૩.૭૧ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે પકડી પાડયા હતા.તેમજ મે માસમાં બે ઇસમને ૧૯૮ ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડી જેલ ભેગા કરી દીધા છે.તેમજ પોલીસ તંત્ર દ્વારા ગાંજો ,ડ્રગ્સ જેવા માદક પદાર્થોને ઝડપી લેવા માટે વારવાર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવતા હોય છે. તેમ એસપી ડા.હર્ષદ પટેલે જણાવ્યું હતું.
ભાવનગરમાંથી ઝડપાયેલા ગાંજાનું સરવૈયું
પોલીસ |
ગાંજો |
રકમ |
સ્ટેશન |
કિ.ગ્રા. |
(લાખ) |
બગદાણા |
૫૪.૬૦ |
૩.૨૭ |
મહુવા |
૬૨.૭૦ |
૩.૧૪ |
દાઠા |
૪૪૦.૪૦ |
૨૨.૦૫ |
સિહોર |
૫.૨૭ |
૦.૫૭ |
વરતેજ |
૫૨.૦૭ |
૨.૬૦ |
નિલમબાગ |
૦.૫૨ |
૦.૭૨ |
અલંગ |
૨.૩૧ |
૦.૨૩ |
તળાજા |
૪.૭૪ |
૦.૪૭ |
કુલ |
૬૬૨.૪૮ |
૩૩.૪૩ |