India slams OIC’s statement : પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. એકતરફ ભારતને અમેરિકા અને રશિયા જેવા મિત્રોનો સાથ મળ્યો છે, તો બીજીતરફ પાકિસ્તાને OICને ગેરમાર્ગે દોરીને 57 દેશોનું સમર્થન હાંસલ કર્યું છે. આ મામલેઈસ્લામિક સહયોગ સંગઠન ( IOC)એ નિવેદન જારી કરી ભારતના પાકિસ્તાન વિરુદ્ધના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે, જેનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે.
પાકિસ્તાન ભારત વિરુદ્ધ ઝેર ઓંકવા મુસ્લિમ સંગઠનનોનો ઉપયોગ કર્યો
ઓઆઈસી પહલગામ હુમલા મામલે પાકિસ્તાનની ટીકા કરવાના બદલે તેને સમર્થન આપ્યું છે, જેને લઈને ભારતે વાંધો ઉઠાવ્યો છે.