gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાંદોદનો આ ધોધ રાજાએ બનાવડાવ્યો હતો, કુદરતી સૌંદર્ય જોઈ લોકો કહે છે – ‘વાહ ક્યા સીન હૈ….’ | takara…

G METRO NEWS by G METRO NEWS
July 17, 2025
in GUJARAT
0 0
0
નાંદોદનો આ ધોધ રાજાએ બનાવડાવ્યો હતો, કુદરતી સૌંદર્ય જોઈ લોકો કહે છે – ‘વાહ ક્યા સીન હૈ….’ | takara…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Takara Waterfall : નર્મદા જિલ્લો 43% વન વિસ્તાર ધરાવે છે, તે ચોમાસામાં પોતાના અદ્ભુત કુદરતી સૌંદર્યથી છલકાઈ ઉઠે છે. લીલાછમ જંગલો, ઊંચા ડુંગરો, ખળખળ વહેતા ઝરણાં અને નાના-મોટા ધોધ આ મોસમમાં પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે.

ટકારાનો ધોધ: એક છુપાયેલું રત્ન

નર્મદા જિલ્લામાં આવેલા ઝરવાણી અને નિનાઈ ધોધ પોતાની સુંદરતા માટે ખૂબ પ્રખ્યાત છે. જોકે, નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામ પાસે આવેલો ટકારાનો ધોધ પણ કોઈથી કમ નથી. ચોમાસામાં આ ધોધ તેની પૂરી ભવ્યતામાં ખીલી ઉઠે છે, અને તેનો નયનરમ્ય નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે.

નાંદોદનો આ ધોધ રાજાએ બનાવડાવ્યો હતો, કુદરતી સૌંદર્ય જોઈ લોકો કહે છે - 'વાહ ક્યા સીન હૈ....' 2 - image

રાજાએ પથ્થરોને ટાંકીને બનાવડાવ્યો હતો ધોધ

નર્મદાનો ઝરવાણી અને નિનાઈ ધોધ તો ખુબજ પ્રખ્યાત છે. પરંતુ અદભૂત સૌંદર્ય ધરાવતા અન્ય ધોધ પણ નર્મદામાં આવેલા છે, પરંતુ તે પ્રચલિત થયા નથી. ત્યારે જિલ્લાના આવા જ એક ધોધ પૈકીનો એક નયમરમ્ય ધોધ છે તે ‘ટકારાનો ધોધ’ છે. લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે અને રજવાડા સમયે આ ધોધ ખુબ જ ઊંચાઈ પરથી પડતો હતો. જેને કારણે ખુબ મોટો અવાજ પણ આવતો હતો, અને આ ધોધને રાજાએ પથ્થરોને ટાંકીને બનાવડાવ્યો હતો, તેથી ટકારાના ધોધ તરીકે ઓળખાય છે. આ ધોધ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નાંદોદ તાલુકાના જુનાઘાટા ગામ પાસેનો ટકારાનો ધોધ હાલ ચોમાસામાં સોળે કળાએ પુરબહારમાં ખીલી ઉઠ્યો છે. આ કુદરતી ધોધનો નજારો માણવા પ્રવાસીઓ મોટી  સંખ્યામાં ઉમટી રહ્યા છે.

નાંદોદનો આ ધોધ રાજાએ બનાવડાવ્યો હતો, કુદરતી સૌંદર્ય જોઈ લોકો કહે છે - 'વાહ ક્યા સીન હૈ....' 3 - image

ખૂબ શાંત,સ્વચ્છ, સુંદર અને પ્રાકૃતિક જગ્યા

રાજપીપળા નજીક આવેલા આમલેથાથી ત્રણ કિલોમીટર દૂર ખોજલવાસલા પાસે ઢોચકીના વળાંક તરફ જતા આ ટકારાના ધોધનું કુદરતી નયન રમ્ય દ્રશ્ય પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. ખૂબ શાંત,સ્વચ્છ, સુંદર અને પ્રાકૃતિક જગ્યા છે. પ્રદુષણ મુક્ત આ જગ્યાએ અત્યારે ટકારાનો ધોધ ખળખળ વહી રહ્યો છે. જેને માણવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. લોકો સેલ્ફીની પણ મઝા માણી રહ્યા છે. જોકે આ સુંદર પિકનિક પોઇન્ટને પ્રવાસન વિભાગ  કે વન વિભાગ દ્વારા વિકસાવવાની જરૂર છે. હજી સુધી પ્રવાસન વિભાગ કે તંત્રનું આ તરફ ધ્યાન નથી ગયું પણ તંત્ર આનો વિકાસ કરે એવુ લોકો ઇચ્છી રહ્યા છે.

નાંદોદનો આ ધોધ રાજાએ બનાવડાવ્યો હતો, કુદરતી સૌંદર્ય જોઈ લોકો કહે છે - 'વાહ ક્યા સીન હૈ....' 4 - image

સરકાર સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસન સ્થળો પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે. ત્યારે આવા ઓછા બજેટમાં વિકસાવી શકાય એવા ટકારાના ધોધને વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગ પિકનિક પોઇન્ટ તરીકે વિકસાવે એવું પ્રવાસીઓ ઇચ્છી રહ્યા છે. અહીંયા ધોધ સુધી જવાનો સારો રસ્તો નથી. નીચે ઉતરવા માટે પગથિયાં બનાવવાની પણ જરૂર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શિક્ષણ સમિતિના ચાલુ હોદ્દા પર વધુ એક અધ્યક્ષનું દુઃખદ અવસાન | Another incumbent chairman of the Educ…
GUJARAT

શિક્ષણ સમિતિના ચાલુ હોદ્દા પર વધુ એક અધ્યક્ષનું દુઃખદ અવસાન | Another incumbent chairman of the Educ…

September 28, 2025
VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ | Heavy rain In …
GUJARAT

VIDEO: અમરેલીના સાવરકુંડલા, રાજુલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ | Heavy rain In…

September 28, 2025
ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક | ahmedabad railway police run IM…
GUJARAT

ઉદેપુરથી ટ્રેનમાં દારૂ છુપાવીને અસારવા સુધી સપ્લાય કરવાનું નેટવર્ક | ahmedabad railway police run IM…

September 28, 2025
Next Post
200% દંડ અને 7 વર્ષની કેદ…. ITRમાં નાનકડી ભૂલ ભારે પડી જશે, AI પકડી પાડશે ગરબડ! | /income tax retu…

200% દંડ અને 7 વર્ષની કેદ.... ITRમાં નાનકડી ભૂલ ભારે પડી જશે, AI પકડી પાડશે ગરબડ! | /income tax retu...

‘ચૂંટણી પંચ હવે ભાજપનું ‘ઈલેક્શન ચોરી શાખા’ બન્યું’: બિહાર વોટર લિસ્ટ મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર | …

'ચૂંટણી પંચ હવે ભાજપનું 'ઈલેક્શન ચોરી શાખા' બન્યું': બિહાર વોટર લિસ્ટ મુદ્દે રાહુલ ગાંધીના પ્રહાર | ...

જામનગરમાં સીતારામ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો:…

જામનગરમાં સીતારામ સોસાયટીમાં એક રહેણાંક મકાનમાંથી 300 નંગ ઈંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો પકડાયો:...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લીલા ગાંજાના છોડના જથ્થા સાથે મહંત ગિરફ્તાર | Mahant arrested with a quantity of green marijuana pla…

લીલા ગાંજાના છોડના જથ્થા સાથે મહંત ગિરફ્તાર | Mahant arrested with a quantity of green marijuana pla…

4 weeks ago
મારી પત્નીએ ક્યાં રોકાણ કર્યું છે, IPOને એનઓસી કેમ આપી ? | Where has my wife invested why was NOC gi…

મારી પત્નીએ ક્યાં રોકાણ કર્યું છે, IPOને એનઓસી કેમ આપી ? | Where has my wife invested why was NOC gi…

2 months ago

China’s Peng banned and fined for Wimbledon corruption attempt

8 months ago
દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ | Entry prohibited without permission on…

દ્વારકા જિલ્લાના 21 ટાપુઓ પર મંજૂરી વિના પ્રવેશ પર પ્રતિબંધ | Entry prohibited without permission on…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News