– રાણપુરના સાંગણપુર ગામની સીમમાં
– એસઓજીએ લીલા ગાંજાના છોડ રૂ. 57 હજારનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : રાણપુરના સાંગણપુર ગામની સીમમાં આવેલ અવધ ખોડિયાર આશ્રમ હનુમાનજી મહારાજના મંદીરના મહંતને લીલા ગાંજાના છોડ સાથે એસઓજીએ ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બોટાદ એસઓજીના સ્ટાફને બાતમી મળી હતી કે, સાંગણપુર ગામની સીમમાં આવેલ અવધ ખોડિયાર આશ્રમ હનુમાનજી મહારાજના મંદીરના મહંત ધરમદાસબાપુ ગુરૂ શંકરદાસ બાપુ અશોકગીરી હીરાગીરી ગૌસ્વામી (રહે.હાલ સાંગણપુર, તા.રાણપુર)એ મંદીરની ખુલ્લી જગ્યામાં ગેરકાયદે માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરેલ છે અને ગાંજાના છોડને ઉગાડી તેનું ઉત્પાદન કરેલ છે. તેવી હકીકત મળતા એસઓજીના સ્ટાફએ સાંગણપુર ગામની સીમમાં દરોડો પાડી તલાશી લીધી ત્યારે લીલા ગાંજાના છોડ નંગ ૧૩૦ કુલ વજન ૫.૭૩૨ કિ.ગ્રામ રૂ.૫૭,૩૨૦નો મળી આવતા એસઓજીએ ધરમદાસબાપુ ગુરૂ શંકરદાસ બાપુ અશોકગીરી હીરાગીરી ગૌસ્વામીની ધરપકડ કરી તેના વિરૂધ્ધ રાણપુર પોલીસ મથકમાં એસઓજીના પીએસઆઈ એમ.એ.રાઠોડે એનડીપીએસ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.