Crude Oil: અમેરિકા અને NATO જે છેલ્લાં થોડા દિવસ પહેલાં સુધી ભારતના રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની આયાત પર ચિંતા વ્યક્ત કરી રહ્યા હતા હવે તે ધમકી પર ઉતરી આવ્યા છે. નાટોએ બુધવારે કહ્યું કે, જો ભારત, ચીન અને બ્રાઝિલ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું શરૂ રાખશે તો અમેરિકા આ દેશો પર વધારાનો 100% ટેરિફ લગાવી શકે છે.
ભારતને થશે નુકસાન
અમેરિકાને લાગે છે કે, જો ભારત અને ચીન રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ મંગાવે છે તો મૉસ્કો યુક્રેન સાથેના યુદ્ધનો ખર્ચો નહીં ઉઠાવી શકે અને તેને આ યુદ્ધ બંધ કરવા માટે મજબૂર થવું પડશે. પરંતુ, અમેરિકાની આ ઈચ્છા ભારત અને ચીન માટે અબજો ડૉલરનું નુકસાન કરી શકે છે.
આ પણ વાંચોઃ રોબર્ટ વાડ્રાની 43 મિલકતો જપ્ત, ચાર્જશીટ પણ દાખલ… જમીન સોદા કેસમાં EDની કાર્યવાહી
ત્રણ વર્ષમાં ભારતને 11થી 25 અબજ ડૉલરની બચત
ભારત પોતાના ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો લગભગ 85% થી વધુનો ભાગ આયાત કરે છે. ઘરેલુ ઉત્પાદન વધારવા છતા ભારતને પોતાની અર્થવ્યવસ્થા અને ઊર્જાની જરૂરિયાત માટે મોટાપાયે ક્રૂડ ઓઇલની આયાત વિદેશી દેશો પાસેથી જ કરવી પડે છે. ભારત પોતાના કુલ ક્રૂડ ઓઇલની જરૂરતનો લગભગ 35% રશિયા પાસેથી આયાત કરે છે, જે સસ્તું હોવાના કારણે 2022-25 વચ્ચે ભારતને 10.5થી 25 અબજ ડૉલરની બચત કરાવી ચુક્યુ છે. વર્ષ 2025ની શરૂઆતમાં ભારતે પોતાની કુલ ક્રૂડ ઓઇલના લગભગ 40% રશિયા પાસેથી મંગાવ્યું હતું. મે-જૂન 2025માં આ જથ્થો લગભગ 38-44% વચ્ચે હતો.
જણાવી દઈએ કે, 2022 પહેલા ભારતને ક્રૂડ ઓઇલ વેચનારા મોટા દેશોમાં ઈરાક, સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત અને અમેરિકા સામેલ છે. પરંતુ, 2022માં જ્યારે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું તો તે પોતાના યુદ્ધના ખર્ચને પૂર્ણ કરવા માટે ભારત, ચીન અને તુર્કીયે જેવા દેશોને સસ્તા દરે ક્રૂડ ઓઇલ વેચવા લાગ્યુ. રશિયા પાસેથી રસ્તા દરે ક્રૂડ ઓઇલની ખરીદીના કારણે ભારતને 2022-24 ના સમયગાળામાં આશરે 11 થી 25 અબજ અમેરિકન ડૉલરની અંદાજિત બચત થઈ છે.
આ પણ વાંચોઃ ‘તપાસ પહેલા જ પાયલટની ભૂલની વાત કરવી અયોગ્ય’, અમદાવાદ પ્લેન ક્રેશ મામલે પાયલટ યુનિયનનો વિરોધ
11થી 16% સુધી સસ્તુ
નાણાંકીય વર્ષ 2023-24માં જ સસ્તા દરે રશિયન ક્રૂડ ઓઇલ મંગાવવાથી ભારતને લગભગ 7.9 અબજ ડૉલર (આશરે 65 હજાર કરોડ રૂપિયા)ની બચત થઈ છે. રશિયા પાસેથી સસ્તા દરે ક્રૂડ ઓઇલ મળવાના કારણે ભારતનું ક્રૂડ ઓઇલનું બિલ ઓછું રહ્યું અને ચાલુ ખાતાને નિયંત્રિત કરવામાં મદદ મળી. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ મિડલ ઈસ્ટના સપ્લાયર્સ કરતા 11 થી 16% સસ્તા દરે મળે છે. રશિયા ભારતને ડિસ્કાઉન્ટ પર તેલ વેચે છે, જે વૈશ્વિક બજાર મૂલ્ય (બ્રેન્ટ ક્રૂડ)થી પ્રતિ બેરલ 4-5 ડૉલર ઓછું હોય છે. 2022 થી 25 સુધી ક્રૂડ ઓઇલની સરેરાશ કિંમત 65-75 ડૉલર પ્રતિ બેરલ રહી, જોકે બ્રેન્ટ ક્રૂડની કિંમત 80-85 ડૉર પ્રતિ બેલરની આસપાસ હતી. સાઉદી અરેબિયા અને ઈરાક જેવા દેશ બ્રેન્ટ ક્રૂડની નજીક અથવા થોડી ઓછી કિંમતે ક્રૂડ ઓઇલ વેચે છે, એટલે કે 80-85 ડૉલર પ્રતિ બેરલ. એટલે કે, સાઉદી તેલ રશિયન કરતા 10-15% મોંઘુ થઈ જાય છે.
જો ભારત મધ્ય પૂર્વ પાસેથી સમાન માત્રામાં ક્રૂડ ઓઇલ ખરીદે છે તો પ્રતિ બેરલ 4-5 ડૉલરના વધારાના ખર્ચના કારણે વાર્ષિક અબજો ડૉલરનું ભારણ વધી જશે. ઉદાહરણ તરીકે 20 લાખ બેરલ પ્રતિદિન આયાત પર 4 ડૉલર પ્રતિ બેરલનું અંતર વાર્ષિક ~2.9 અબજ ડૉલરથી વધારાનો ખર્ચ કરે છે.
મધ્ય-પૂર્વથી સપ્લાય પર લૉજિસ્ટિક સમસ્યા
મધ્ય પૂર્વમાંથી ક્રૂડ ઓઇલનો પુરવઠો હંમેશા ભારત માટે વ્યૂહાત્મક અને લોજિસ્ટિકલ સમસ્યાઓ ઉભી કરે છે.
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, અન્ય દેશોમાંથી ક્રૂડ ઓઇલનો ખરીદવું શક્ય છે, પરંતુ તે મોંઘુ પડશે અને લોજિસ્ટિક્સ પડકારો વધી શકે છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે વૈશ્વિક તેલ પુરવઠો પહેલાથી જ અસ્થિર છે. તાજેતરમાં, જ્યારે ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો, ત્યારે ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ધમકી આપી હતી. આવી સ્થિતિમાં, ભારત માટે સમસ્યાઓ ઊભી થઈ શકે છે. રશિયા દરિયાઈ માર્ગો (જેમ કે બ્લેક સી અને બાલ્ટિક રૂટ્સ) દ્વારા ભારતને ઝડપથી તેલ સપ્લાય કરે છે, તેથી રશિયન ક્રૂડ ઓઇલનો ડિલિવરી ખર્ચ પણ પ્રમાણમાં ઓછો છે.