Vadodara : વડોદરામાં ગોરવા વિસ્તારમાં રહેતી એક સગીરાએ ભરેલું અવિચારી પગલું તેના તેમજ તેના પરિવારજનો માટે જોખમી સાબિત થાય તે પહેલા પોલીસે સગીરાને બચાવી લીધી હોવાનો કિસ્સો બન્યો છે.
ગોરવા વિસ્તારમાં રહેતી 14 વર્ષની એક કિશોરી તેના બોયફ્રેન્ડ સાથે વાત કરતી હોવાથી માતાએ ઠપકો આપ્યો હતો. જેથી એને લાગી આવતા ઘર છોડી ગઈ હતી. સગીરાની માતાએ ગોરવા પોલીસનો સંપર્ક કરતા પોલીસની જુદી જુદી ટીમોએ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી હતી.
જે દરમિયાન રેલ્વે સ્ટેશન તરફ સગીરાને જતા જોયેલી ટીમે રાત્રે રેલવે સ્ટેશન પરથી તેને શોધી કાઢી હતી. સગીરા કોઈપણ ટ્રેનમાં બેસીને કોઈપણ સ્થળે ચાલી જવાની તૈયારીમાં હતી. પરંતુ ટ્રેનમાં બેસે તે પહેલા જ પોલીસે તેને બચાવી લઈ પરિવાર સાથે મેળાપ કરાવતા પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.