– નાણાકીય લેવડ-દેવડ એક દિવસ નહીં કરાય
– તા. 22 મીએ આઈટી 2.0 સોફ્ટવેરની નવી સિસ્ટમ આણંદ ડિવિઝનમાં અમલમાં આવશે
આણંદ : સમગ્ર ગુજરાતની સાથે આણંદ ડિવિઝન ખાતેની તમામ ટપાલ કચેરીઓમાં તા.૨૨મી જુલાઈ મંગળવારે એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશન ૨.૦ સોફ્ટવેરનો પ્રારંભના લીધે તા. ૨૧મીએ તમામ પોસ્ટ ઓફિસોમાં સાદી ટપાલ સિવાયની કામગીરી બંધ રહેશે.
આણંદ ડિવિઝનના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ અશોકભાઈ જે. પરમારે જણાવ્યું હતું કે, તા. ૨૧મી જુલાઈના રોજ આણંદ ડિવિઝન ખાતેની તમામ ટપાલ કચેરીઓ ખાતે સાદી ટપાલ સિવાય કોઈપણ ટ્રાન્જેક્શન એટલે કે નાણાકીય લેવડ દેવડ કરવામાં આવશે નહીં, જે કામગીરી બંધ રહેશે. તા. ૨૨મી જુલાઈ મંગળવારથી એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી એપ્લિકેશન ૨.૦ સોફ્ટવેરની નવી સિસ્ટમ આણંદ ડિવિઝનમાં અમલમાં આવશે.
આ આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ પર સરળ અને સુરક્ષિત સ્થાનાંતર સુનિશ્ચિત કરવા માટે તા.૨૧મી જુલાઈના રોજ ડાઉન ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે. નવી સિસ્ટમથી વધુ સારી વપરાશ કરતા અનુભવ, ઝડપી સેવા કૌશલ્ય અને વધુ કસ્ટમર ફ્રેન્ડલી ઇન્ટરફેસ પ્રદાન કરવા માટે રચાયેલી છે, જેમાં પોસ્ટલ વિભાગની સ્માર્ટ, અસરકારક અને ભવિષ્યવાદી પોસ્ટલ કામગીરી પ્રદાન કરાશે.