Kanvad Yatri Beat Up CRPF jawan : ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર રેલવે સ્ટેશન પર આજે શનિવારે (19 જુલાઈ) કાવડ યાત્રા પર ગયેલા કેટલાક યુવાનોએ CRPF જવાનને બેરહેમીથી માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે જવાન બ્રહ્મપુત્ર એક્સપ્રેસ પકડવા માટે ટિકિટ ખરીદી રહ્યો હતો. આ દરમિયાન તેનો કેટલાક કાવડ યાત્રીઓ સાથે ઝઘડો થયો હતો.
પ્રત્યક્ષદર્શીએ શું કહ્યું?
પ્રત્યક્ષદર્શીનું કહેવું છે કે, ‘વિવાદ વધતાં કાવડ યાત્રીઓએ જવાનને ઘેરી લીધો હતો અને રેલવે સ્ટેશન ફ્લોર પર સૂવડાવીને મારામારી કરી હતી.