ગૌતમેશ્વર તળાવમાં ઝંપલાવી જીવનનો અંત આણ્યો
બે વર્ષ પૂર્વે યુવકે ઓપરેશન કરાવ્યું હતું, સિહોર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી
સિહોર: સિહોરના ગૌતમેશ્વર તળાવમાં કેન્સરની બિમારીથી કંટાળી સિહોરના યુવકે આપઘાત કરી લીધાના બનાવ અંગે સિહોર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સિહોરના લીલાપીર વિસ્તારમાં રહેતા ઈનાયતભાઈ હાજીભાઈ ચુડેસરા (ઉ.વ.૨૮)એ આજે સાંજના ૫.૪૫ કલાક પહેલાના કોઈ પણ સમયે ગૌતમેશ્વર તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં સ્થાનિકો તથા યુવકના સગાસંબંધિઓ દ્વારા મૃતદેહને બહાર કાઢી સિહોર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો અનુસાર સિહોરના લીલાપીર વિસ્તારમાં રહેતા યુવકને કેન્સરની બિમારી હોય અને બે વર્ષ પૂર્વે ઓપરેશન કરાવ્યું હતું અને તેની દવા ચાલી રહી હતી. જે કેન્સરની બિમારીથી કંટાળી ગૌતમેશ્વર તળાવમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સિહોર પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.