Jammu And Kashmir Encounter : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દચ્છન વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓનું એક ગ્રૂપ દચ્છનમાં છુપાયું હોવાની આશંકા છે. સુરક્ષા દળોએ ગુપ્ત માહિતી બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવાની સાથે આખા વિસ્તારને ઘેરી લીધો છે. રિપોર્ટ મુજબ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓ છુપાયા છે અને સુરક્ષા દળોએ તેમને ચારેકોરથી ઘેરી લીધા છે.
દરોડામાં 10 લોકોની ધરપકડ
કિશ્તવાડમાં અથડામણની ઘટનાના એક દિવસ પહેલા શનિવારે (19 જુલાઈ) અનેક લગઠભગ 10 સ્થળોએ દરોડા પાડ્યા હતા. પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓની સંચાલીત થતી હોવાની માહિતી મળ્યા બાદ કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (CIK) નામની આતંકવાદી વિરોધી શાખાએ બડગામ અને ગંદરબલ જિલ્લામાં દરોડા પાડ્યા હતા, જેમાં 10 લોકોને કસ્ટડીમાં લેવાયા છે. તમામ લોકો પર આક્ષેપ છે કે, તેઓ પાકિસ્તાનના આદેશ બાદ આતંકવાદી ગતિવિધિઓને નાણાં પૂરા પાડતા હતા અને આતંકી ષડયંત્રને અંજામ આપતા હતા.