Children’s Aadhaar Updated In Schools : આધાર કસ્ટોડિયન ઓર્ગેનાઇઝેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) બે મહિના પછી ફેઝ વાઈઝ સ્કૂલના માધ્યમથી બાળકોના બાયોમેટ્રિક એપડેશ શરૂ કરવાની પરિયોજના પર કામ કરી રહ્યા છે. UIDAIના CEO ભુવનેશ કુમારે માહિતી આપી હતી કે, 7 કરોડથી વધુ બાળકોએ આધાર માટે તેમના બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા નથી, જે 5 વર્ષની ઉંમર પછી ફરજિયાત છે. ચાલો તમને એ પણ જણાવીએ કે, UIDAI દ્વારા કયા પ્રકારનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
સ્કૂલમાં થશે આધાર અપડેટ
UIDAIના CEOએ કહ્યું કે, ‘સ્કૂલના માધ્યમથી વાલીઓની સહમતિથી બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરવાની પરિયોજના પર કામ કરી રહ્યા છે.