Children’s Aadhaar Updated In Schools : આધાર કસ્ટોડિયન ઓર્ગેનાઇઝેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) બે મહિના પછી ફેઝ વાઈઝ સ્કૂલના માધ્યમથી બાળકોના બાયોમેટ્રિક એપડેશ શરૂ કરવાની પરિયોજના પર કામ કરી રહ્યા છે. UIDAIના CEO ભુવનેશ કુમારે માહિતી આપી હતી કે, 7 કરોડથી વધુ બાળકોએ આધાર માટે તેમના બાયોમેટ્રિક્સ અપડેટ કર્યા નથી, જે 5 વર્ષની ઉંમર પછી ફરજિયાત છે. ચાલો તમને એ પણ જણાવીએ કે, UIDAI દ્વારા કયા પ્રકારનો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
સ્કૂલમાં થશે આધાર અપડેટ
UIDAIના CEOએ કહ્યું કે, ‘સ્કૂલના માધ્યમથી વાલીઓની સહમતિથી બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરવાની પરિયોજના પર કામ કરી રહ્યા છે. અમે આ ટેક્નિકનું ચેકિંગ કરી રહ્યા છીએ અને આ 45-60 દિવસમાં તૈયાર થઈ જશે. બાળકોના બાયોમેટ્રિક ડેટા ચોક્કસાઈ અને વિશ્વસનીયતા બનાવી રાખવા માટે ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ (MBU) સમયસર પૂર્ણ કરવું ફરજિયાત છે. જો સાત વર્ષની ઉંમર સુધી પણ MBU પૂર્ણ ન થયું તો હાલના નિયમો અનુસાર આધાર નંબર નિષ્ક્રિયા થઈ શકે છે. જેમાં MBU પાંચથી સાત વર્ષની ઉંમરમાં કરવામાં આવે તો તે નિઃશુલ્ક થાય છે, પરંતુ સાત વર્ષની ઉંમર પછી 100 રૂપિયા ફી થઈ શકે છે.’
અપડેટેડ બાયોમેટ્રિક ઓળખ સાથેનો આધાર જીવનને સરળ બનાવે છે અને શાળા પ્રવેશ, પ્રવેશ પરીક્ષાઓ માટે નોંધણી, શિષ્યવૃત્તિ, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજનાઓ વગેરે જેવી સેવાઓ મેળવવા માટે આધાર લાગુ પડુ છે. CEOએ જણાવ્યું હતું કે, અમે શાળાઓ અને કોલેજોમાં બીજા MBU માટે સમાન પ્રક્રિયા આગળ વધારવાની યોજના બનાવી રહ્યા છીએ. જેમાં 15 વર્ષની ઉંમરના બાળકોને ધ્યાને લેવાશે.
આ પણ વાંચો: ‘ભારત પર કોઈ શક્તિ દબાણ ન લાવી શકે’, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું મોટું નિવેદન
શા માટે જરૂરી છે આધાર અપડેટ?
વર્તમાનમાં, નવજાત શિશુઓ અને 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આધાર તેમના બાયોમેટ્રિક વિના જ બનાવવામાં આવે છે. CEOએ કહ્યું કે, ‘આધાર એ સરકારી યોજનાના માધ્યમ દ્વારા લાભ આપવામાં મહત્ત્વપૂર્ણ છે. અમે ઇચ્છીએ છીએ કે, દરેક બાળકને ઉપર્યુક્ત સમયે બધા લાભ મળે. સ્કૂલના માધ્યમ દ્વારા અમે અનુકૂળ રીતે વધુમાં વધુ બાળકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આ યોજના હેઠળ UIDAI પ્રત્યેક જિલ્લામાં બાયોમેટ્રિક મશીનો મોકલીશું. જેને એક સ્કૂલ બીજી સ્કૂલમાં મોકલવામાં આવશે.’