Shashi Tharoor And K Muraleedharan : કોંગ્રેસ નેતા શશિ થરૂરે ‘ઓપરેશન સિંદૂર’ બાદ વારંવાર મોદી સરકારના વખાણ કરતા કોંગ્રેસને વાંધો પડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે.મુરલીધરને ફરી શશિ થરૂર પર નિશાન સાધ્યું છે. આજે (20 જુલાઈ) તેમણે કડક શબ્દોમાં કહ્યું છે કે, ‘જ્યાં સુધી શશિ થરૂર રાષ્ટ્રીય સુરક્ષા અંગે પોતાનું વલણ ન બદલે, ત્યાં સુધી તેમને તિરુવનંતપુરમમાં કોંગ્રેસના કોઈપણ કાર્યક્રમમાં બોલાવાશે નહીં.’
‘શશિ થરૂર હવે અમારા રહ્યા નથી’