Source: IANS
Vice President Jagdeep Dhankhar Big Statement: ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રવિવારે વીપી એન્કલેવમાં ઈન્ડિયન ડિફેન્સ સ્ટેટ સર્વિસના 2024 બેચના અધિકારીઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ તમામ પક્ષોને આગ્રહ કર્યો હતો કે, તેઓ રચનાત્મક રાજનીતિમાં ભાગ લે. તમામને લોકતાંત્રિક સંસ્કૃતિનું સન્માન કરવું જોઈએ. આ સિવાય ટ્રમ્પના દાવા બાદ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત પર કોઈ શક્તિ દબાણ ન કરી શકે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘હું તમામ રાજકીય પક્ષોને આગ્રહ કરું છું કે, તેઓ રચનાત્મક રાજનીતિમાં ભાગ લે. જ્યારે હું આ કહું છું તો હું તમામ પક્ષોને કહું છું, ભલે તે સત્તા પક્ષમાં હોય કે વિપક્ષમાં. લોકશાહી એવી ક્યારેય નથી હોતી કે એક જ પાર્ટી હંમેશા સત્તામાં રહે. વિકાસમાં સતત નિરંતરતા હોવી જોઈએ. આપણી સભ્યતાગત પરંપરાઓની નિરંતરતા હોવી જોઈએ. આ ત્યારે જ શક્ય છે કે જ્યારે આપણે લોકતાંત્રિક સંસ્કૃતિનું સન્માન કરીએ.’
‘ભારત પર કોઈ શક્તિ દબાણ ન લાવી શકે’
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘બહારી નિવેદનોથી પ્રભાવિત ન થાઓ. આ દેશ, એક સંપ્રભુ રાષ્ટ્રમાં તમામ નિર્ણયો લીડરશિપની જેમ લેવામાં આવે છે. દુનિયાની કોઈપણ તાકાત ભારતને આ નિર્દેશ ન આપી શકે કે તેને પોતાના મામલાઓને કેવી રીતે સંભાળવાના છે. આપણે એક એવા રાષ્ટ્ર અને રાષ્ટ્રોમાં રહીએ છીએ, જે એક સમુદાય છે. આપણે એકજુટ થઈને કામ કરીએ છીએ, આપણે તાલમેલથી કામ કરીએ છીએ. આપણે એકબીજાનું સન્માન કરીએ છીએ અને કૂટનીતિક સંવાદ પણ કરીએ છીએ. પરંતુ આપણે સંપ્રભુ છીએ, આપણે પોતાના નિર્ણયો ખૂદ લઈએ છીએ.’
આ પણ વાંચો: ‘જો ભારત જ મરી જશે તો પછી કોણ…’ કોંગ્રેસ સાથે વફાદારીના સવાલ અંગે શશી થરુરનું નિવેદન
ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો દાવો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચેના યુદ્ધ દરમિયાન પાંચ જેટ તોડી પડાયા હતા, તેવી વાત કરી હતી. જો કે તેમણે કયા દેશના જેટ તોડી પડાયા તે અંગે વાત કરી ન હતી. ત્યારે હવે ટ્રમ્પના આ દાવા બાદ ઉપરાષ્ટ્રપતિનું મહત્ત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે.
ભાષા વિવાદ પર પણ બોલ્યા ઉપરાષ્ટ્રપતિ ધનખડ
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘આપણી ભાષાઓ ખુબ સમૃદ્ધ છે. સંસ્કૃત, તમિલ, તેલુગુ, કન્નડ, હિન્દી, મરાઠી… આપણી પાસે શાસ્ત્રીય ભાષાઓ છે. ભાષાના મામલે આપણે વૈશ્વિક સ્તરે સૌથી સમૃદ્ધ છીએ. તો ભાષા કેવી રીતે વિભાજનકારી હોઈ શકે? ભાષાઓ આપણને જોડવી જોઈએ. જે લોકો ભાષાના આધાર પર વિભાજન કે વિવાદ ફેલાવે છે, તેમણે આપણી સંસ્કૃતિને સમજવી જોઈએ. આપણી ભાષાઓ માત્ર આપણા દેશ સુધી સીમિત નથી, તે વિશ્વ સ્તર પર ઓળખાય છે.’
આ પણ વાંચો: ‘મહારાષ્ટ્રના ઇતિહાસમાં પહેલીવાર આવું થયું…’, ભાષા વિવાદ મુદ્દે સુપ્રિયા સુલેના CM ફડણવીસ પર પ્રહાર
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘આપણે આપણા દ્રષ્ટિકોણ પર ભરોસો રાખવો જોઈએ, પરંતુ બીજાના દ્રષ્ટિકોણનું પણ સન્માન કરવું જોઈએ. ઐતિહાસિક રીતે ભારત પોતાના સમૃદ્ધ સંવાદ, ચર્ચાઓ અને વિચાર-વિમર્શ માટે ઓળખાય છે. આજે આ વસ્તુ સંસદમાં ઓછી જોવા મળે છે. આગામી સંસદ સત્ર ખૂબ જ મહત્ત્વપૂર્ણ હશે. મને આશા છે કે ત્યાં સાર્થક ચર્ચા અને ગંભીર વિચાર-વિમર્શ થશે, જે ભારતને નવી ઊંચાઈ સુધી લઈ જશે.’