Karnataka BJP : કર્ણાટકમાં ભાજપની પૂર્વ સરકારમાં મંત્રી રહેલા પ્રભુ ચૌહાણના દીકરા પ્રતીક ચૌહાણ સામે દુષ્કર્મના આરોપ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એક યુવતીએ બીદર મહિલા પોલીસ સ્ટેશનમાં તેની સામે કેસ નોંધાવ્યો છે અને કહ્યું છે કે વારંવાર તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. તેના પછી દુષ્કર્મ, ધમકી અને મારપીટનો કેસ પોલીસે નોંધ્યો હતો.
પીડિતાએ શું આરોપ મૂક્યો
પીડિતાએ આરોપ મૂક્યો કે મારી 25 ડિસેમ્બર 2023ના રોજ પ્રતીક જોડે લગ્ન થયા હતા પણ તેણે લગ્નની લાલચ આપીને મારું વારંવાર શોષણ કર્યું હતું. તેણે કથિતરૂપે બેંગ્લુરુ, લાતૂર અને શિરડીની ખાનગી હોટેલ સહિત અનેક જગ્યાએ મારું શોષણ કર્યું હતું.
વારંવાર દુષ્કર્મનો આરોપ
પીડિતાએ દાવો કર્યો હતો કે જ્યારે પણ તે આવા કૃત્ય કરવામાં સહયોગ કરવાનો ઇનકાર કરતી હતી, ત્યારે પ્રતીક તેની સાથે લગ્ન ન કરવાની ધમકી આપતો હતો. પીડિતાએ એમ પણ કહ્યું હતું કે તે મને લગભગ ત્રણ વખત લાતુર લઈ ગયો અને દરેક વખતે મારી સાથે દુષ્કર્મ કર્યું. બંને વચ્ચે છેલ્લો ઝઘડો 5 જુલાઈ, 2025 ના રોજ થયો હતો, જ્યારે મહિલા અને તેનો પરિવાર લગ્નની તારીખ નક્કી કરવા માટે તેના ઘરે ગયા હતા. તેમને કથિત રીતે એમ કહીને ભગાડી દેવામાં આવ્યા હતા કે, “અમે તમારી પુત્રી સાથે લગ્ન નહીં કરીએ, તમે જે ઇચ્છો તે કરો.”