Gujarat Vidyapith News : ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો યુજી-પીજીમાં આ વર્ષથી વિધિવત અમલ શરૂ કરાતા વિદ્યાર્થીઓ માટે જરૂરી એબિલિટી એન્ડ સ્કિલ્સ કોર્સ માટે નવું લેન્ગવેજ સીલેકશન સ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યું છે.જેમાં હવે ગુજરાતી માઘ્યમના વિદ્યાર્થીઓ અંગ્રેજી અને અંગ્રેજી માઘ્યમના વિદ્યાર્થીઓ અંગ્રેજી ભાષા ક્રેડિટ માટે શીખશે. જ્યારે અન્ય નવી 18 ભાષાનો પણ સમામેવશ કરાયો છે. જે શીખી વિદ્યાર્થી જરૂરી 18 ક્રેડિટ મેળવી શકશે.
અપભ્રંશ અને અર્ધ મગધી સહિતની 18 ભાષા વિદ્યાર્થીને યુજી અભ્યાસ સાથે જ શીખવા મળશે
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તૈયાર કરવામા આવેલા અને શરૂ કરાયેલા નવા લેન્ગવેજ સિલેકશન સ્ટ્રકચરમાં યુજીના વિવિધ કોર્સના વિદ્યાર્થીઓને યુજીસી ગાઈડલાઈન મુજબની જરૂરી 8 ક્રેડિટ મેળવવા માટે ભાષાનું સિલેકશન અપાશે. જેમાં ગુજરાતી સહિતના વિવિધ માઘ્યમના વિદ્યાર્તીઓ માટે અંગ્રેજી ફોર કમિન્યુકેશન રહેશે અને અંગ્રેજી સહિતના વિવિધ માઘ્યમનો વિદ્યાર્થીઓ માટે વ્યવહારભાષા ગુજરાતી રહેશે. અત્યાર સુધી વિદ્યાર્થીને હિન્દી,સંસ્કૃત,અંગ્રેજી અને ગુજરાતી એમ ચાર ભાષાનો જ ઓપ્શન મળતો હતો. પરંતુ હવે આ ચાર ઉપરાંત અન્ય નવી 18 ભાષાનો ઓપ્શન મળશે.
આ પણ વાંચો: અમદાવાદના સાણંદમાં હાઇપ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી, રિસોર્ટમાંથી 100 લોકો ઝડપાયાં
વિદ્યાર્થીએ ચાર સેમેસ્ટર પુરા થતા સુધીમાં કોઈ પણ ભાષાનું સિલેકશન કરીને તેનો કુલ 30 કલાકનો કોર્સ કરી 8 ક્રેડિટ મેળવવાની રહેશે.અન્ય નવી ભાષામાં મરાઠી, પંજાબી,મલયાલમ, કનન્ડ,તેલુગુ, તમિલ,ઉર્દુ, સિંધી, બેંગાલી, ફ્રેન્ચ, સ્પેનિશ, જર્મન, ચાઈનીઝ, જાપાનીઝ અને અપભ્રંશ, પાલી, પ્રાક્રિત જેવી પુરાતત્વીય ભાષાઓ પણ શીખવાડાશે. વિદ્યાર્થી હવે યુજી કોર્સીસના અભ્યાસ સાથે જ આ ભાષાઓ શીખી શકશે.અલગથી ફી ભરી કોર્સ નહીં કરવો પડે.