– છ દાયકા પછી દ.અમેરિકાની મુલાકાતે જનારા ભારતીય નેતા
– વિદેશ યાત્રાનો હેતુ વ્યાપાર-વૃદ્ધિ, દ્વિપક્ષીય સંબંધો મજબૂત કરવાનો તો છે જ, પરંતુ ગર્ભિત હેતુ, ભારતને યુએન સલામતી સમિતિમાં કાયમી સ્થાન માટે પુષ્ટિ મેળવવાનો છે
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ૮ દિવસની પાંચ દેશોની વિદેશ યાત્રાએ જવા રવાના થયા છે. તેઓ ઘાના, ટ્રિનિદાદ એન્ડ ટોબેગો, આર્જેન્ટિના, નામિબિયા અને બ્રાઝિલની મુલાકાત લેશે. તેઓની આ યાત્રા એટલાંટિકની બંને બાજુએ રહેલાં ગ્લોબલ સાઉથ સાથે ભારતના સંબંધો ગાઢ કરવાનો તો છે જ.