CBSE Orders CCTV Cameras In All School : કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે(CBSE) તમામ શાળાઓમાં રીયલ-ટાઇમ ઑડિયો-વિઝ્યુઅલ રેકોર્ડિંગ સાથેના હાઇ-રિઝોલ્યુશન CCTV કેમેરા લગાવવા માટે ફરજિયાત નિયમ લાગુ કરી દીધો છે. આ નિર્ણય વિદ્યાર્થીઓની સલામતી સુનિશ્ચિત કરવાના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે. આનાથી શાળાઓમાં થતી કોઈપણ પ્રકારની શિસ્તભંગ, અસામાજિક પ્રવૃત્તિ કે સુરક્ષા ભંગ પર તુરંત કાર્યવાહી કરી શકાશે. આ નીતિઓનો મુખ્ય ઉદ્દેશ્ય CBSE બોર્ડની પરીક્ષાઓની પારદર્શિતા, નિષ્પક્ષતા અને સુરક્ષા વધારવાનો છે.
શાળાઓએ ક્યાં ક્યાં લગાવવા પડશે CCTV ?
વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સીબીએસઈના સચિવ હિમાંશુ ગુપ્તાએ બોર્ડની તમામ શાળાઓમાં આ આદેશ જારી કરી દીધો છે. નિયમ મુજબ હવે તમામ શાળાઓના પ્રવેશ દ્વાર, ગલીઓ, સીડીઓ, વર્ગખંડો, પ્રયોગશાળાઓ, પુસ્તકાલય, કેન્ટીન, સ્ટોર રૂમ, રમતગમત મેદાન અને અન્ય કૉમન એરિયામાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા પડશે. જોકે શૌચાલયને નિયમમાંથી બહાર રખાયું છે.
આ પણ વાંચો : ઓપરેશન સિંદૂર પર સંસદમાં 16 કલાક થશે ચર્ચા, વિપક્ષના ભારે હોબાળા બાદ સરકારનો નિર્ણય
તમામ કેમેરામાં ઑડિયો-વીડિયો રૅકોર્ડિંગ કરાશે
સીબીએસઈએ સ્પષ્ટ કહ્યું છે કે, ‘તમામ સીસીટીવી કેમેરામાં રિયલ ટાઇમ ઑડિયો-વિઝ્યુઅલની સુવિધા હોવી જોઈએ. ઓછામાં ઓછા 15 દિવસનું રેકોર્ડિંગ બેકઅપ રાખવો ફરજિયાત છે, કારણ કે તપાસ એજન્સીઓ અને બોર્ડ અધિકારીઓ જરૂર પડે ત્યારે ઉપયોગ કરી શકે.
8000 શાળાઓમાં સીસીટીવી
વર્ષ 2019માં દિલ્હી સરકારે તમામ સરકારી શાળાઓમાં સીસીટીવી કેમેરા લગાવવાનો પ્રોજેક્ટ શરુ કર્યો હતો. ત્યારબાદ આ શાળાઓમાં કુલ 78,746 સીસીટીવી કેમેરા લગાવાયા હતા. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની 786 શાળા પરિસરોમાં 10786 સીસીટીવી કેમેરા લગાવવાની યોજનાની ડિસેમ્બર-2023માં જાહેરાત કરી હતી. સીબીએસઈએ શૈક્ષણિક સત્ર-2024-2025ની બોર્ડ પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા લગાવવાનો આદેશ આપ્યો હતો. સીબીએસઈની પરીક્ષા માટે લગભગ 8000 શાળા પરીક્ષા કેન્દ્ર બનાવાઈ હતી. આવી સ્થિતિમાં સીબીએસઈએ દેશભરની 8000 શાળાઓમાં સીસીટીવી લગાવ્યા છે.
આ પણ વાંચો : કેરળના પૂર્વ મુખ્યમંત્રી વી.એસ.અચ્યુતાનંદનનું નિધન, 101 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ