– મ્યૂનિ.એ સરનેમ બદલવાની ના પાડતા માતા હાઇકોર્ટ પહોંચી હતી
– પુત્રી માતાની સરનેમ અપનાવે તો પણ પિતાની ઉત્તરાધિકારી ગણાય, અધિકારોને અસર ના થાય : કલકત્તા હાઇકોર્ટ
કોલકાતા : કલકત્તા હાઇકોર્ટે એક બાળકીના જન્મના સર્ટિફિકેટમાં પિતાની જગ્યાએ માતાની અટક લખવાની છૂટ આપી હતી. માતા-પિતાના છૂટાછેડા થઇ ચુક્યા છે. જ્યારે બાળકી હાલ માતા સાથે રહે છે અને નવમાં ધોરણમાં અભ્યાસ કરે છે.