રોગચાળો
વકરે તે પહેલા પીવા લાયક પાણી વિતરણ કરવા માંગ
ત્રણ
જુના બોર બંધ હાલતમાં, નવા બોરનું પાણી ડહોળુ આવતા પાણી જન્ય રોગચાળો ફાટી નીકળવાની લોકોમાં ભીતિ
ઘોળકા –
ઘોળકાની ઝોનલ ઓફિસના બોરનું પાણી ડહોળુ આવતા નગરજનો લોકોમાં
રોષ જોવા મળી રહ્યો છે. આ ઝોનલ ઓફિસમાં ત્રણ જુના ટયુબવેલ બોર બંધ હાલતમાં પડયા છે
જ્યારે
નવા
બોરનુપાણી પીવા લાયક નહીં આવતા પાણી જન્ય રોગચાળો ફાટી નીકળશે તેવી લોકોમાં ભીતિ
સેવાઇ રહી છે.
ઘોળકાના
ખારાકુવા વિસ્તાર અને મીઠીકુઈ વિસ્તાર વચ્ચે નગરપાલિકાની ઝોનલ ઓફિસ આવેલી છે. આ
ઝોનલ ઓફિસના કમ્પાઉન્ડમાં પાણીની ટાંકી પાણીનો સંપ અને ટયુબવેલ બોર આવેલો છે. આમ
તો ત્રણ ટયુબવેલ કંપાઉન્ટમાં બંઘ પડેલા અને બગડેલા છે. જે નકામાં થઈ પડેલ છે.
તંત્રએ જે નવો બોર બનાવ્યો તેમાથી શહેરના અંદાજે મોટાભાગના વિસ્તારમાં પીવાનાનું
વિતરણ કરવામાં આવે છે. હાલ મોટી અને ગંભીર ગણી શકાય તેવી સમસ્યા ઉભી થઈ છે. જે
બાબતે નગરના અગ્રણી રાજુભાઈ પરમારે આક્રોશ
સાથે જણાવ્યુ હતું કે પીવાના પાણીમાં રેતી અને દુર્ગંધ આવે છે, પાણી ડહોળુ આવે છે.
જેથી તેના પરીણામે આ વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થઈ ચુકી છે.
પીવાનું
પાણી શુધ્ધ નહીં મળતા નગરજનોમાં આક્રોશની લાગણી જન્મી ઉઠી છે. આથી પાલિકાતંત્ર આ
વિસ્તારના લોકો પાણીજન્ય રોગનો ભોગ ન બને
અને ભયંકર રોગચાળો ફાટી ન નીકળે
તેમાટે યુદ્ધના ધોરણે થતી જરૃરી કામગિરી હાથ ધરી આ વિસ્તારના લોકોની
સ્વાસ્થ્ય અંગેની ચિંતા કરી ઘેરધેર માંદગીના ખાટલા ના ખડકાય તે અંગે સત્વરે જાગૃત
બની માનવતાલક્ષી અભિગમ અપનાવી પીવા લાયક પાણીની વ્યવસ્થા કરે તે જરુરી છે. અન્યથા
પ્રજાને પાણીજન્ય રોગચાળાનો ભોગ બનવાનો વારો આવશે તે નક્કી છે.