Jamnagar Stray Cattle : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં રસ્તે રઝળતા ઢોરને પકડવાની કામગીરી અવીરત ચાલુ રાખવામાં આવી છે, અને જુદી જુદી બે સિફ્ટમાં ટુકડીઓને દોડતી કરાવાઈ છે.
જેના ભાગ રૂપે છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાંથી કુલ 115 રસ્તે રઝળતા ઢોરને પકડી લેવામાં આવ્યા છે, અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત ઢોરના ડબામાં મૂકવામાં આવ્યા છે.
હાપા વિસ્તારમાં આવેલા પશુવાડામાં હાલ 465 ગાય તથા વાછરડાઓને મૂકવામાં આવ્યા છે, જ્યારે રણજીત સાગર રોડ પર આવેલા ઢોરના ડબામાં 415 નંદીની (ખૂંટિયા) ને મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત બેડેશ્વર વિસ્તારમાં આવેલા ઢોરના ડબ્બામાં પણ 169 ગાયોને રાખવામાં આવી છે.