વડોદરા, સંજીવ રાજપૂત: વડોદરા શહેરના 57 વર્ષીય મુકેશભાઈને (નામ બદલેલ છે) ઘણાં લાંબા સમયથી યુરિન કરવામાં મુશ્કેલી પડી રહી હતી. યુરિનનો શરીરમાંથી સમયસર અને કુદરતી રીતે યોગ્ય નિકાલ ના થાય તો તેનાથી થતી આડ અસરો વિશે આપણે સૌ અવગત છીએ. એના સિવાય વારંવાર યુરિન પાસ કરવા જવું પડે,
દિવસ દરમિયાન તો ઠીક પણ રાત્રે અનેક વાર લઘુશંકા માટે ઊઠવું, અને તે નીકળતી વખતે થતો દુ:ખાવો સમય જતાં અસહ્ય બની ગયો હતો. તેથી તેઓ લગભગ ચાર વર્ષથી તેમની પેસાબ ની તકલીફ માટે સિનિયર યુરોલૉજિસ્ટ ડૉ. હરેશ ઠુમ્મરને બતાવી રહ્યા હતા.
પરંતુ છેલ્લા બે મહિનામાં દવા લેવા છતા તકલીફ વધી ડૉ. હરેશે ઠુમ્મરરે દર્દીની તકલીફ સંપૂર્ણ તપાસ અને રિપોર્ટ્સને આધારે તેમને બિનાઇન પ્રોસ્ટેટીક હાયપર પ્લાસીયા (BPH) (નોન-કેન્સર પ્રોસ્ટેટિક) હોવાનું નિદાન કર્યું. આ રોગમાં સામાન્ય રીતે પ્રોસ્ટેટ ગ્રંથિનું કદ વધી જાય છે જેનાથી પેસાબ કરવા માં તકલીફ થાય છે. આ સમસ્યા, ઘણા પુરુષોમાં તેમની ઉંમર વધવા સાથે વધતી હોય છે.
ડૉ. હરેશ ઠુમ્મરે પહેલાં તો BPH ની સારવાર માટે ટ્રાન્સયુરેથ્રલ રિસેક્શન ઓફ પ્રોસ્ટેટ (TURP) અને લેસર સર્જરી જેવી પરંપરાગત રીતે થતી એન્ડોસ્કોપિક પ્રોસ્ટેટ સર્જરી વિશે સમજાવ્યું; પરંતુ આ બંને પ્રોસીજરમાં રેટ્રોગ્રેડ ઇજેક્યુલેશન અથવા એનઇજેક્યુલેશન જેવી જાતીય તકલીફોના જોખમની શક્યતાઓ વધારે હતી. દર્દી માટે પ્રોસ્ટેટની સારવારની સાથે સેક્સુઅલ ફંક્શન પણ જાળવી રાખવી એટલાં જ મહત્વનાં હતા.
આ ચિંતાઓને ધ્યાનમાં રાખીને, ડૉ. હરેશ ઠુમ્મરે યુરોલિફ્ટ પ્રોસીજર સૂચવી; જે એક મિનિમલી ઇન્વેસિવ ટેક્નિક છે. આ પ્રોસીજરમાં, ખાસ પ્રકરની ક્લિપ્સ પ્રોસ્ટેટ ગ્રંથિમાં નાખવામાં આવે છે; જે વધેલા ટિશ્યૂને યુરેથ્રાથી દૂર રાખે છે. જેથી યુરિન પ્રવાહમાં આવતાં અવરોધો દૂર થાય છે અને યુરિનના પ્રવાહમાં સુધારો થાય છે.
મુકેશભાઈમાં યુરોલિફ્ટ પ્રોસીજર કરવામાં આવી. સર્જરીના થોડા દિવસો પછી તેમનાં યુરિનના ફ્લો અને વોલ્યુમને માપવા માટે થતાં યુરોફ્લોમેટ્રી ટેસ્ટથી યુરિનનો દર 9 મિલી/સેકન્ડથી વધીને 20.7 મિલી/સેકન્ડ થયા હોવાનું જાણવા મળ્યું. યુરોલિફ્ટ પ્રોસીજરના અભૂતપૂર્વ અને સંતોષકારક પરિણામોથી મુકેશભાઈ પોતાની સામાન્ય જીવનશૈલીમાં પાછાં ફર્યા છે.
ડૉ. હરેશ ઠુમ્મરનું આ સંદર્ભમાં કહેવું છે કે, “BPH ની જો યોગ્ય સારવાર ન કરવામાં આવે તો તે મૂત્રાશયને કાયમી નુકસાન પહોંચાડી શકે છે. કેટલાક કિસ્સાઓમાં, પરિસ્થિતિ એટલી ખરાબ થઇ જાય છે કે દર્દીને કેથેટરાઇઝેશનની જરૂર પડી શકે છે.
યુરિનેશનમાં સતત તકલીફને કારણે દર્દીની જીવનની ગુણવત્તા પર તેનો ઘણો પ્રભાવ પડે છે. જેથી જયારે પણ આ પ્રકારની તકલીફ થાય તો વિના વિલંબ નિષ્ણાત ડૉક્ટર પાસે તેની સારવાર કરાવવી અતિ આવશ્યક છે.“
વડોદરાની ઝાયડસ હૉસ્પિટલમાં સૌ પ્રથમ વાર ડૉ. હરેશ ઠુમ્મર દ્વારા કરવામાં આવેલી યુરોલિફ્ટ પ્રોસીજર પ્રોસ્ટેટના સિલેકટેડ દર્દીઓ માટે ખૂબ જ અસરકારક છે. ડૉ. હરેશ ઠુમ્મરે ન્યુ યોર્ક, USAથી એડવાન્સ્ડ એન્ડો યુરોલૉજીમાં ફેલોશિપ મેળવી છે. તેઓ વડોદરામાં એન્ડોન્યુરોલૉજી ફેલોશીપ ટ્રેઈન્ડ એકમાત્ર એન્ડોન્યુરોલૉજીસ્ટ ડૉક્ટર છે. 18000 થી વધુ સર્જરીઓની સાથે 20 વર્ષથી પણ વધુનો અનુભવ છે.