gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

સુરતના છેવાડાના સણીયા-ખંભાસલા રોડની ઘટના: દેવું વધી જતા 2 લાખનો વીમો પકાવવા કામરેજ-હલધરૂના ટ્રક માલિ…

G METRO NEWS by G METRO NEWS
July 22, 2025
in GUJARAT
0 0
0
સુરતના છેવાડાના સણીયા-ખંભાસલા રોડની ઘટના: દેવું વધી જતા 2 લાખનો વીમો પકાવવા કામરેજ-હલધરૂના ટ્રક માલિ…
0
VIEWS
Share on FacebookShare on Twitter


– વડોદમાં એકલા રહેતા મિત્રને ચિક્કાર કામરેજ-બારડોલી રોડ ઉપર ચિક્કાર દારૂ પીવડાવી બેભાન કરી કપડા બદલ્યા અને પોતાનો મોબાઇલ ખિસ્સામાં મુકી ખંભાસલા રોડ ઉપર લઇ જઇ ઓળખ છુપાવવા મોંઢા ઉપર ટ્રક ફેરવી કચડી નાંખ્યું

– મોબાઇલના આધારે પોલીસ ઘરે પહોંચી તો પત્નીને બિલકુલ અફસોસ ન હતો અને વીમો કયારે મળશે એવો સવાલ કર્યો, સીસીટીવીમાં કોઇ વાહન કે રાહદારી નહીં દેખાત પોલીસને શંકા ગઇ

– પત્નીએ બે સીમ વાપરતા હોવાનું કહ્યું પરંતુ મોબાઇલમાંથી એક જ સીમ મળ્યો, ટ્રકના જીપીએસનું લોકેશન અને સીમના લોકેશનમાં સામ્યાત જણાતા પોલીસને શંકા વઘુ ઘેરી બની, જે સીમ મિસીંગ હતો તેના ઉપરથી પોલીસ મહારાષ્ટ્ર-પુણે પહોંચતા સમગ્ર ભાંડો ફૂટી ગયો

– ટ્રક માલિક, પત્ની અને મિત્રના 25 જૂલાઇ સુધીના રિમાન્ડ 

સુરતના છેવાડાના સણીયા-ખંભાસલા રોડની ઘટના: દેવું વધી જતા 2 લાખનો વીમો પકાવવા કામરેજ-હલધરૂના ટ્રક માલિકે મિત્રને કચડી નાંખી પોતાના મોતનું તરકટ રચ્યું 1 - image

સુરત

સુરતના છેવાડાના સણીયા-ખંભાસલા રોડ ઉપર અઠવાડિયા અગાઉ રાહદારીને અજાણ્યા વાહન ચાલક દ્વારા કચડી નાંખવાના પ્રકરણની તપાસ અંતર્ગત સચિન પોલીસે અકસ્માત નહીં પરંતુ હત્યા કેસનો પર્દાફાશ કર્યો છે. જેમાં પોલીસે જેને અકસ્માતમાં મૃત્યુ પામ્યાનું સમજી રહી હતી તે ટ્રક માલિકની સાથે ડ્રાઇવીંગ પણ કરતા કામરેજ-હલધરૂમાં રહેતા પરપ્રાંતિયએ દેવું વધી જતા અને લોનના હપ્તામાંથી છૂટકારો મેળવવા ટીવી સિરીયલ ઉપરથી પ્રેરણા લઇ રૂ. 2 લાખનો વીમો પકાવવા 10 વર્ષ જૂના મિત્રને ચિક્કાર દારૂ પીવડાવી બેભાન કર્યા બાદ પોતાના પહેરેલા કપડા અને મોબાઇલ તેના ખિસ્સામાં મુકી ઘટના સ્થળે લઇ જઇ રસ્તા ઉપર સુવડાવી અત્યંત ક્રૂરતા પૂર્વક મોંઢાના ભાગે બેથી ત્રણ વખત ટ્રક આગળ-પાછળ કરી ટાયરી ફેરવી ઓળખ નહીં થાય તે રીતે મોતને ઘાત ઉતાર્યાની ચોંકાવનારી હક્કીત બહાર આવી છે. 

શહેરના છેવાડાના સણીયા-ખંભાસલા રોડ ઉપર ગત 14 જુલાઇના રોજ રાતે 8 વાગ્યા અરસામાં અજાણ્યા વાહન ચાલકે શીવકુમાર ઉર્ફે મહારાજ રામનારાયણ મિશ્રા (ઉ.વ. 39 રહે. 45, ગોવર્ધન ડ્રીમ રેસીડન્સી, હલધરૂ, કામરેજ અને મૂળ. ગોંડાલપુર, તા. મહારાજગંજ, જોનપુર, યુ.પી) ને કચડી નાંખ્યો હતો. અકસ્માત એટલી ગંભીર હદે થયો હતો કે મોંઢું આખું ચગદાય ગયું હતું અને ઓળખ કરવી પણ મુશકેલ હતી પરંતુ મૃતકના મોબાઇલ ફોન અને પહેરેલા કપડાના આધારે શીવકુમાર હોવાની ઓળખ થઇ હતી. સચિન પોલીસે જે તે વખત અકસ્માત મોતનો ગુનો નોંધી અકસ્માત કરનાર વાહનને શોધવા માટે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યુ હતું. સણીયા-ખંભાસલા રોડ ઉપર મોટા ભાગે સુમસામ હોવા ઉપરાંત સીસીટીવી પણ ઓછા હતા પરંતુ આ રોડ સ્થિત સ્વામીનારાયણ મંદિરના સીસીટીવીમાં કોઇ વાહન કે રાહદારી પસાર થયો હોય તેવું જણાયું ન હતું. બીજી તરફ પોલીસને બાતમી મળી હતી કે મૃતક યુવાન અગાઉ વડોદ વિસ્તારમાં રહેતો હતો અને એક યુવાન સાથે મોપેડ ઉપર જતા નજરે પડયો હતો. ઉપરાંત પોલીસ જયારે શીવના ઘરે પહોંચી ત્યારે તેની પત્ની મીનાદેવી મિશ્રા (ઉ.વ. 35) ના ચહેરા ઉપર કોઇ અફસોસ ન હતો અને મારા પતિ એક્સિડન્ટમાં મરણ ગયા છે અને તેમની બે લાખ રૂપિયાનો એલઆઇસીનો વીમો છે તેના રૂપિયા મને મળશે કે કેમ ? એવું પુછતા પોલીસને શંકા ગઇ હતી. જેથી શીવ મોબાઇલમાં કેટલા સીમ વાપરતો હતો અને ટ્રકમાં જીપીએસ હતું કે કેમ ? વિગેરે બાબતે મીનાની પૂછપરછ કરતા બે સીમ હોવાનું અને ટ્રકમાં જીપીએસ હોવાનું જણાવ્યું હતું. જો કે મોબાઇલમાંથી એક સીમ મિસીંગ હતો અને તેનું લોકેશન તથા જીપીએસનું લોકેશન ટ્રેક કરતા બંનેમાં સામ્યતા જોવા મળી હતી. બીજી તરફ શીવ રહેણાંક હલધરૂથી મોપેડ લઇ કડોદરા-બારડોલી રોડ સ્થિત સર્વોત્તમ હોટલ નજીક ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ ખાતે ગયો હતો. જયાં ટ્રકમાં ડિઝલ ભરાવ્યા બાદ અજાણ્યાને બેસાડી કડોદરા ચાર રસ્તાથી પલસાણા ચાર રસ્તાથી ભાટિયા થઇ સણીયા-ખંભાસલા રોડ કે જયાં અકસ્માત થયો હતો ત્યાં સુધી શંકાસ્પદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત મિસીંગ મોબાઇલ નંબરના કોલ ડિટેઇલના આધારે પોલીસની ટીમે મહારાષ્ટ્રના પુણે ખાતે મોનુ ચંદ્રબલી ગૌતમ (રહે. 38 રહે. રાજગુરૂ નગર, જય અંબે ટેલર સર્વિસ, ચાકણ ચોક, નાસિક-પુણે રોડ, મહારાષ્ટ્ર અને મૂળ. રામપુર સવાઇ, તા. રજુપુર, જોનપુર, યુ.પી) ને ત્યાં તપાસ કરતા શીવ ત્યાંથી જીવીત હાલતમાં મળી આવતા પોલીસ ચોંકી ગઇ હતી. પોલીસ શીવ અને મોનુને સુરત લઇ આવી પૂછપરછ કરતા શીવે કબૂલાત કરી હતી કે પોતે ટ્રક માલિક છે અને ટ્રક ડ્રાઇવીંગ પણ કરે છે. તાજેતરમાં બીજી ટ્રક લીધી હતી પરંતુ કામ નહીં મળતા હપ્તા ભરવાની તકલીફ પડતા રૂ. 2 લાખનું દેવું થઇ જતા 10 વર્ષ જૂના મિત્ર દેવીપ્રસાદ શીવપ્રસાદ પાલ (ઉ.વ. 45 રહે. ઘનશ્યામનગર, પાંડેસરા) સુરતમાં એકલો રહેતો હોવાની તકનો ગેરલાભ ઉઠાવી મોપેડ ઉપર સર્વોત્તમ હોટલ નજીકના પેટ્રોલ પંપ ઉપર લઇ જઇ ચિક્કાર દારૂ પીવડાવી બેભાન જેવો કરી નાંખ્યો હતો. ત્યાર બાદ પોતાના કપડા દેવીપ્રસાદને પહેરાવી તેના ખિસ્સમાં પોતાનો મોબાઇલ ફોન તથા પર્સ મુકી દઇ ટ્રકમાં બેસાડી ઘટના સ્થળે લઇ જઇ પાછળના ટાયર નીચે સુવડાવી ઓળખ નહીં થાય તે માટે મોંઢા ઉપરથી બેથી ત્રણ વખત ટ્રક આગળ-પાછળ કરી ટાયર ફેરવી મોતને ઘાત ઉતાર્યો હતો. પોલીસે શીવ અને તેની પત્ની તથા મિત્ર મોનુની ધરપકડ કરી 25 જૂલાઇ સુધીના રિમાન્ડ મેળવ્યા છે. આ સમગ્ર ઘટનાની તપાસ એસીપી નિરવસિંહ ગોહિલ અને પીઆઇ પી.એન. વાઘેલા તથા પીએસઆઇ એન.કે. ડામોર અને તેમની ટીમે કરી હતી. 

10 જૂલાઇએ કલર્સ ઉપર સસુરાલ સિમર કા સિરીયલનો એપિસોડ જોય પ્લાન બનાવ્યો

શીવકુમાર મિશ્રા પાસે પોતાની માલિકની એક ટ્રક હતી અને તે જાતે ડ્રાઇવીંગ પણ કરતો હતો. ગત દિવસોમાં તેણે બીજી ટ્રક લોન ઉપર લીધી હતી પરતું જોઇએ એ પ્રમાણે કામ મળતું ન હતું. જેથી લોનના હપ્તા ભરવામાં રૂ. 2 લાખનું દેવું થઇ જતા માનસિક તણાવમાં રહેતો હતો. દરમિયાનમાં ગત 10 જૂલાઇએ કલર્સ ચેનલ ઉપર સસુરાલ સિમર કા સિરીયલ જોય હતી. જેમાં એક મહિના જીવીત હોવા છતા મરણ જાહેર કરી વીમો પોલીસી પકાવે છે. જેના ઉપરથી પ્રેરણા લઇ શીવકુમારે મિત્ર દેવીપ્રસાદ પાલને કચડીને હત્યા કર્યા બાદ પોતાનું અકસ્માતમાં મોત થયું છે એવું સ્ટંટ કરી વીમો પકાવવાનો પ્લાન બનાવ્યો હતો.

ઓળખ નહીં થાય તે માટે મોંઢા ઉપર બેથી ત્રણ વખત ટ્રકનું ટાયર ફેરવી કચડી નાંખ્યું

દેવું વધી જતા પોતાનું અકસ્માતમાં મોત થયું છે એવું તરકટ રચનાર શીવકુમાર મિશ્રાએ મિત્ર દેવીપ્રસાદ પાલને ચિક્કાર દારૂ પીવડાવી બેભાન કરી નાંખ્યો હતો. ત્યાર બાદ પોતાના પહેરેલા કપડા દેવીપ્રસાદને પહેરાવ્યા અને મોબાઇલ પણ તેના ખિસ્સામાં મુકી દઇ ટ્રકમાં બેસાડી સણીયા-ખંભાસલા રોડ ઉપર લઇ ગયો હતો. જયાં ટ્રકમાંથી ઘસડીને ઉતાર્યા બાદ રોડ ઉપર સુવડાવી પાછળનું ટાયર બેથી ત્રણ વખત મોંઢા ઉપર ફેરવી કચડી નાંખ્યું હતું. જેથી મૃતક કોણ છે તેની ઓળખ થાય નહીં.

સીસીટીવી ફૂટેજ અને જીપીએસ ટ્રેકરના આધારે પોલીસને સફળતા મળી

સણીયા-ખંભાસલા રોડ ઉપર સામાન્ય પણ વાહનોની અવરજવર ઓછી છે અને સીસીટીવીની સંખ્યા પણ નહીંવત છે. પરંતુ આ રોડ ઉપર ઘટના સ્થળ નજીકના સ્વામીનારાયણ મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક પણ રાહદારી પગપાળા જતા નજરે પડયો ન હતો. બીજી તરફ પત્નીએ બે સીમ હોવાનું કહ્યું હતું અને એક સીમ મિસીંગ હતો જેથી મિસીંગ સીમની માહિતી મેળવવાની સાથે ટ્રકમાં જીપીએસ ટ્રેકરનું લોકેશન ટ્રેક કરતા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી હતી.

…..ને શીવકુમારે મિત્ર મોનુને કહ્યું મારી પત્ની સાથે કોન્ફરન્સ કોલમાં વાત કરાવ !

સસુરાલ સિમર કા સિરીયલ જોય દેવું ભરપાઇ કરવા શીવકુમારે પોતાના મોતનું તરકટ રચવા દસ વર્ષ જૂના મિત્ર દેવીપ્રસાદ પાલ ઉપર ટ્રક ચડાવી હત્યા કર્યા બાદ કડોદરા-બારડોલી રોડની સર્વોત્તમ હોટલ નજીક પેટ્રોલ પંપ ઉપર ગયો હતો. જયાં પોતાની ટ્રક પાર્ક કરી રીક્ષામાં બેસી ઉધના સ્ટેશન આવ્યો હતો. જયાં પ્લેટફોર્મ ટિકીટ લઇ બે કલાક રોકાયા બાદ 30 રૂપિયાની આખો દિવસ મુસાફરી કરી શકાય એવી બીઆરટીએસ બસની ટિકીટ લઇ ઉધના-સચિન રોડ ઉપર મુસાફરી કર્યા બાદ ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે ઉતરી ગયો હતો. જયાંથી કી-પેડ વાળો ફોન ખરીદી બીજો જે સીમ હતો તે નાંખી મિત્ર પુણે રહેતા મિત્ર મોનુ ગૌતમને કોલ કરી પોતે અંજામ આપેલી ઘટનાની જાણ કરી પંદર દિવસ રોકાવા આવું છું એવું કહી સહારા દરવાજાથી લક્ઝરી બસમાં પુણે જવા નીકળ્યો હતો. દરમિયાનમાં મોનુને પુનઃ કોલ કરી પત્ની મીનાદેવી સાથે કોન્ફરન્સ કોલ ઉપર વાત કરાવાનું કહી પત્નીને કહ્યું હતું કે દેવું વધી જતા પોતાનું જ અકસ્માતમાં મોતનું પ્લાન બનાવ્યો છે. જેથી મૃતદેહ સ્વીકારીને અંતિમ સંસ્કાર કરી દેજે, ત્યાર બાદ વીમો પણ પાકી જશે અને ટ્રકની લોન પણ માફ થઇ જશે. હું થોડા દિવસોમાં પરત આવીશ અને આપણે બીજા શહેરમાં રહેવા ચાલ્યા જઇશું. 

વીમો પકાવવા શીવકુમારે જેની હત્યા કરી તે મિત્ર સુરતમાં એકલો જ રહેતો હતો

સુરતના છેવાડાના સણીયા-ખંભાસલા રોડની ઘટના: દેવું વધી જતા 2 લાખનો વીમો પકાવવા કામરેજ-હલધરૂના ટ્રક માલિકે મિત્રને કચડી નાંખી પોતાના મોતનું તરકટ રચ્યું 2 - image

દેવું ભરપાઇ કરવા શીવકુમારે જેની હત્યા કરી હતી તે દેવીપ્રસાદ પાલ તેનો દસ વર્ષ જૂનો મિત્ર છે. સુરતમાં એકલો જ રહેતો હોવાથી તેની હત્યા કરી પોતાનું અકસ્માતમાં મોત થયું છે એવું તરકટ રચવા પ્લાન ઘડયો હતો. પોલીસે દેવીપ્રસાદના પરિવારનો સંર્પક કરી સમગ્ર બાબતની જાણ કરતા પરિજનો સુરત આવવા રવાના થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. 



G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાપીના ચણોદ કોલોનીમાં બંગલામાં ચોર ત્રાટક્યા, 90 તોલા સાના-ચાંદીના દાગીના અને 5 રૂ. લાખ રોકડા ઉપાડી …
GUJARAT

વાપીના ચણોદ કોલોનીમાં બંગલામાં ચોર ત્રાટક્યા, 90 તોલા સાના-ચાંદીના દાગીના અને 5 રૂ. લાખ રોકડા ઉપાડી …

July 23, 2025
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann …
GUJARAT

અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો ગુજરાત પ્રવાસ: ભાજપ પર આકરા પ્રહારો | arvind kejriwal bhagwant mann …

July 23, 2025
ગિરનાર જતાં પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ | Ropeway service …
GUJARAT

ગિરનાર જતાં પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા બંધ કરાઈ | Ropeway service …

July 23, 2025
Next Post
જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ…

જાતિનું બોગસ પ્રમાણપત્ર રજૂ કરવાના કેસમાં ગુજરાત પોલીસના ડિસમીસ કરાયેલા ACP બી.એમ. ચૌધરીની ધરપકડ બાદ...

મેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ કહી છરી મારી હોમગાર્ડ જવાનની હત્યા કરી | Emon chon mas lon imw a n…

મેરી બીબી કે સામને ક્યું દેખતા હૈ કહી છરી મારી હોમગાર્ડ જવાનની હત્યા કરી | Emon chon mas lon imw a n...

આઈપીઓમાં રોકાણની લાલચમાં ઉચ્ચ અધિકારીને ૧.૨૦ કરોડ રૃપિયાનો ચૂનો | High official duped of Rs 1 20 cro…

આઈપીઓમાં રોકાણની લાલચમાં ઉચ્ચ અધિકારીને ૧.૨૦ કરોડ રૃપિયાનો ચૂનો | High official duped of Rs 1 20 cro...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો…’ ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો | nishikant du…

‘સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો…’ ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો | nishikant du…

3 months ago
ગુજરાત સહિત સાત રાજ્યમાં હીટવેવની અલર્ટ | Heatwave alert in seven states including Gujarat

ગુજરાત સહિત સાત રાજ્યમાં હીટવેવની અલર્ટ | Heatwave alert in seven states including Gujarat

4 months ago
PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર…

PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર…

3 months ago
છત્તીસગઢ-તેલંગણા સરહદે ત્રણ મહિલા નકસલી ઠાર | 3 women naxals killed

છત્તીસગઢ-તેલંગણા સરહદે ત્રણ મહિલા નકસલી ઠાર | 3 women naxals killed

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

Follow Us

Recommended

‘સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો…’ ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો | nishikant du…

‘સુપ્રીમ કોર્ટ જ કાયદા બનાવશે તો સંસદ બંધ કરી દો…’ ધનખડ બાદ ભાજપ સાંસદ દુબેનો બળાપો | nishikant du…

3 months ago
ગુજરાત સહિત સાત રાજ્યમાં હીટવેવની અલર્ટ | Heatwave alert in seven states including Gujarat

ગુજરાત સહિત સાત રાજ્યમાં હીટવેવની અલર્ટ | Heatwave alert in seven states including Gujarat

4 months ago
PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર…

PM મોદીની રાજનાથ સિંહ, અજીત ડોભાલ, ત્રણેય સેનાના પ્રમુખો સાથેની હાઈ લેવલ બેઠક પૂર્ણ, જાણો શું કરી ચર…

3 months ago
છત્તીસગઢ-તેલંગણા સરહદે ત્રણ મહિલા નકસલી ઠાર | 3 women naxals killed

છત્તીસગઢ-તેલંગણા સરહદે ત્રણ મહિલા નકસલી ઠાર | 3 women naxals killed

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..
  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News