gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મોટા IPO રોકાણકારો માટે ખોટનો સોદો સાબિત થયા | Big IPOs proved to be a losing proposition for invest…

G METRO NEWS by G METRO NEWS
July 23, 2025
in Business
0 0
0
મોટા IPO રોકાણકારો માટે ખોટનો સોદો સાબિત થયા | Big IPOs proved to be a losing proposition for invest…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાયમરી (આઈપીઓ) બજારમાં જે પ્રકારનો જુસ્સો અને ક્રેઝ જોવા મળ્યો છે તે ભારતીય શેરબજારના ઇતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. ૨૦૨૧થી ૨૦૨૪ની વચ્ચે, રોકાણકારોએ આઈપીઓને નફા માટે માત્ર એક ‘શોર્ટકટ’ તરીકે જોવાનું શરૂ કર્યું હતું. પરંતુ આજે તે જ આઈપીઓ રોકાણકારોને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન લગભગ ૨૮૦ કંપનીઓએ આઈપીઓ  રજુ કર્યા હતા, જેમાંથી ઘણી કંપનીઓને જબરદસ્ત સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. પરંતુ આજની તારીખે, ડઝનબંધ કંપનીઓના શેર તેમના ઇશ્યૂ ભાવથી ૫૦%થી વધુ ઘટયા છે. આમાંથી કેટલાકમાં તો ૯૭ ટકાનું નુકસાન થયું છે.

આ નુકસાનનું સૌથી મોટું ઉદાહરણ એજીએસ  ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીસ છે, જેણે જાન્યુઆરી ૨૦૨૨માં પ્રતિ શેર રૂ. ૧૭૫ના ભાવે આઈપીઓ લોન્ચ કર્યો હતો. તે સમયે, આ આઈપીઓને ૭.૮ ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું એટલે કે રોકાણકારોનો વિશ્વાસ તેની ટોચ પર હતો. પરંતુ આજે આ જ શેર રૂ.૫ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જે રોકાણકારે આ આઈપીઓમાં રૂ.૧ લાખનું રોકાણ કર્યું હશે, આજે તેનું મૂલ્ય ફક્ત રૂ. ૩,૨૦૦ છે. આને ભારતીય આઈપીઓ ઇતિહાસમાં સૌથી મોટા ખોટ કરતા લિસ્ટિંગમાં ગણી શકાય.

એજીએસ  ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીસ એકમાત્ર ઉદાહરણ નથી. તાજેતરમાં આઈપીઓ લાવનાર પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સવસીસનો શેર પણ રૂ.૨૯૫ના ઇશ્યૂ ભાવથી ૫૫% ઘટી ૧૩૩ ઉતરી આવ્યો છે. બીજી બાજુ, જો મોટા નામોની વાત કરીએ તો, પેટીએમ, સ્ટાર હેલ્થ, ડ્રીમફોક સર્વિસ જેવી કંપનીઓએ પણ રોકાણકારોને ભારે નુકસાનમાં ધકેલી દીધા છે. આ કંપનીઓ એક સમયે ચર્ચાનું કેન્દ્ર હતી, તેમની ‘થીમ’ અને ‘ટેકનોલોજી’ લોકોને આકર્ષતી હતી, પરંતુ જ્યારે નફાની વાત આવી, ત્યારે બધું જ ઝાંખું પડી ગયું. આ આઈપીઓમાં એક સામાન્ય પેટર્ન જોવા મળે છે.

ઇશ્યૂ સમયે કંપનીના નાણાકીય આંકડાઓ વધુ પડતા હતા. કંપનીઓ પાસે કોઈ મજબૂત બિઝનેસ મોડેલ નહોતું, પરંતુ માર્કેટિંગ એટલું મજબૂત હતું કે રોકાણકારો લલચાઈ ગયા હતા. પેટીએમ આનું ઉત્તમ ઉદાહરણ છે, શરૂઆતમાં આ શેરની કિંમત રૂ. ૨,૧૫૦ હતી, પરંતુ આજે તે રૂ. ૧૦૫૨ છે. 

બજારના નિષ્ણાંતો કહે છે કે જ્યારે પણ તમે આઈપીઓમાં રોકાણ કરવાનું વિચારો છો, ત્યારે ચોક્કસપણે કંપનીનો કમાણી રિપોર્ટ, વ્યવસાય પદ્ધતિ, મેનેજમેન્ટની વિશ્વસનીયતા અને કંપની જે ક્ષેત્રમાં કામ કરી રહી છે તેની સ્થિતિ તપાસો. જો તમે ફક્ત એટલા આધારે પૈસા રોકાણ કરી રહ્યા છો કે ઘણા લોકો આઈપીઓમાં રોકાણ કરીરહ્યા છે અથવા તેનો ગ્રે માર્કેટ પ્રીમિયમ ખૂબ ઊંચો છે, તો તે ભાવનાત્મક નિર્ણય છે, વિચારશીલ રોકાણ નથી.

કેટલાક આઈપીઓમાં મોટું નુકસાન થયું છે, તેમ છતાં સમગ્ર સેગમેન્ટને ખરાબ કહી શકાય નહીં. રિપોર્ટ સૂચવે છે કે ૨૦૨૫ના બીજા અર્ધવાર્ષિકમાં રૂ. ૧.૫ લાખ કરોડથી વધુ મૂલ્યના આઈપીઓ આવી શકે છે. પરંતુ આ વખતે રોકાણકારોએ સાવધ રહી સમજી વિચારી રોકાણ કરવું જોઈએ.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade…
Business

અમેરિકાની ત્રણ દેશો સાથે ‘ડીલ ફાઈનલ’, ચીન સાથે સમજૂતી અધ્ધરતાલ, જાણો ભારત પર શું થશે અસર? | US Trade…

July 23, 2025
સોનામાં ફરી આગઝરતી તેજી, ભાવ રૂ. 1000 ઉછળી નવી ઐતિહાસિક ટોચે, જાણો અમદાવાદમાં શું છે હાલ | Gold Pric…
Business

સોનામાં ફરી આગઝરતી તેજી, ભાવ રૂ. 1000 ઉછળી નવી ઐતિહાસિક ટોચે, જાણો અમદાવાદમાં શું છે હાલ | Gold Pric…

July 23, 2025
ભારતમાં વધતો ક્રિપ્ટો ક્રેઝ: એક જ વર્ષમાં ટેક્સ વસૂલાત 63 ટકા વધી, સરકારે રૂ.437 કરોડ વસૂલ્યા | indi…
Business

ભારતમાં વધતો ક્રિપ્ટો ક્રેઝ: એક જ વર્ષમાં ટેક્સ વસૂલાત 63 ટકા વધી, સરકારે રૂ.437 કરોડ વસૂલ્યા | indi…

July 23, 2025
Next Post
ધનખડે રાજીનામું આપ્યું કે લેવાયું? ભાજપ નેતાઓના મૌનથી અનેક તર્ક-વિતર્ક | Dhankhar resigned or was he…

ધનખડે રાજીનામું આપ્યું કે લેવાયું? ભાજપ નેતાઓના મૌનથી અનેક તર્ક-વિતર્ક | Dhankhar resigned or was he...

પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદના બાર વોર્ડમાં ૧૯ દિવસમાં કોલેરાના ૧૯ કેસ નોંધાયા | waterborne…

પાણીજન્ય રોગના કેસમાં વધારો , અમદાવાદના બાર વોર્ડમાં ૧૯ દિવસમાં કોલેરાના ૧૯ કેસ નોંધાયા | waterborne...

પૂર્વ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યા દુર થશે , કઠવાડાથી વિંઝોલ STP સુધી ઈસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈન નંખ…

પૂર્વ વિસ્તારમાં ઉભરાતી ગટરની સમસ્યા દુર થશે , કઠવાડાથી વિંઝોલ STP સુધી ઈસ્ટર્ન ટ્રન્ક મેઈન લાઈન નંખ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં પોસ્ટ વિભાગનું ATM છેલ્લા છ મહિનાથી બંધ : પેન્શનરોને ભારે મુશ્કેલીનો સામનો | Pensioners fa…

વડોદરામાં પોસ્ટ વિભાગનું ATM છેલ્લા છ મહિનાથી બંધ : પેન્શનરોને ભારે મુશ્કેલીનો સામનો | Pensioners fa…

4 months ago
11 વર્ષથી કોઈ જવાબદારી નહીં, મોદી સરકારે માત્ર પ્રચાર કર્યો: મુંબઈ ટ્રેન દુર્ઘટના મુદ્દે રાહુલ ગાંધીનો સવાલ

11 વર્ષથી કોઈ જવાબદારી નહીં, મોદી સરકારે માત્ર પ્રચાર કર્યો: મુંબઈ ટ્રેન દુર્ઘટના મુદ્દે રાહુલ ગાંધીનો સવાલ

1 month ago
જામનગરની સીદી બાદશાહ જમાતનો વિવાદ ઉગ્ર બન્યો, હોદ્દેદારના મોપેડને સળગાવી નાંખ્યું, નોંધાઈ ફરિયાદ | S…

જામનગરની સીદી બાદશાહ જમાતનો વિવાદ ઉગ્ર બન્યો, હોદ્દેદારના મોપેડને સળગાવી નાંખ્યું, નોંધાઈ ફરિયાદ | S…

2 days ago
એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

એસવીપીઆઈ એરપોર્ટના ટર્મિનલ-2 પર ઇમરજન્સી ટર્મિનલ ઇવેક્યુએશન ડ્રીલ યોજવામાં આવી

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League apples Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike economic fiscal forecast GANDHINAGAR METRO NEWS growth import increases India Istana Negara Market Stories National Exam points price rate rises Sensex Visit Bali year આ આયત કમ કમતમ કરન કરશ છ થઈ પઈનટ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સફરજનન સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News