Vadodara : વડોદરા શહેરની વિવિધ આંગણવાડીઓ ખાતે માનદસેવા કરતા આશા વર્કર ભાઈ-બહેનોના વિવિધ પ્રશ્નો સહિત છેલ્લા છ મહિનાથી ઇન્સેન્ટિવ અપાયું નહીં હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વીરોધ સહિત કમિશનર કચેરીએ રજૂઆત કરીને આવેદનપત્ર સુપ્રત કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, શહેરની અસંખ્ય આંગણવાડીઓમાં નાના બાળકોને મધ્યાહન ભોજન સહિત લાવવા લઈ જવા માટે આંગણવાડીના ભાઈઓ સહિત બહેનો ફરજ બજાવતા હોય છે. દરમિયાન આંગણવાડીના ભાઈ બહેનોને છેલ્લા છ મહિનાથી ઇન્સેન્ટિવ મળ્યું નથી તથા વિવિધ અનેક પ્રશ્નો સર્જાયા હોવાના આક્ષેપો સાથે મહિલા કાર્યકર ચંદ્રિકા વાઘેલાના નેજા હેઠળ માનદ કર્મચારીઓએ મોટી સંખ્યામાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સામે ઉગ્ર રજૂઆત કરીને આવેદનપત્ર પાઠવ્યું હતું.