બિલ વિસ્તારમાં રહેતી 33 વર્ષની પરણીતાએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું ખાનગી કંપનીમાં એચ આર તરીકે નોકરી કરું છું અને મારા પાંચ વર્ષના પુત્ર સાથે ભાડાના મકાનમાં રહું છું. વર્ષ 2015માં મારા લગ્ન સ્વપ્નિલ સાથે થયા હતા પરંતુ અમારા વચ્ચે અણબનાવ થતા ત્રણ વર્ષથી હું અને મારો દીકરો એકલા રહીએ છીએ. મારા પતિએ મને ફોન કરીને ગાળો બોલી ઝઘડો કરી કહ્યું કે, તમે મારા મામાની દીકરીને કેમ ફોન કર્યો હતો . તેમણે મને તથા મારા દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી. મારા પતિનું એક મહિલા સાથે અફેર હતું જેની જાણ થતા અમે તપાસ કરતા મારા પતિ અને તેની સાથે પ્રેમ સંબંધ ધરાવતી યુવતીને શુભાન પૂરા ખાતેથી ઝડપી પાડ્યા હતા. તેની અદાવત રાખી આ મહિલાએ મારા અને મારા એક મિત્રનો ફોટો એડિટ કરીને મેસેજ મારા અન્ય મિત્રોને કર્યા હતા.