દસ
દિવસ દરમિયાન મેળો, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે
બળદ
ગાડા સવાર મૂર્તિને પથ્થર સમજીને રૃદાતલ લાવ્યા અને રસ્તામાં ગાડું રોકાઈ ગયુંને
ખુદ વિઘ્નહર્તા પ્રગટ થયા
માંડલ
– માંડલથી ૩૦થી ૩૫ કિ.મી દુર અને વિઠલાપુર
દેત્રોજ હાઈવે પર ઓઢવ અને કાંઝ ગામની વચ્ચે રૃદાતલ ગામની સીમ આવેલ છે અને આ ગામની
સીમમાં એક ગણપતિદાદાનું ભવ્ય પ્રસિદ્ધ મંદિર આવેલ છે જે માત્ર ગુજરાતમાં જ નહીં
પરંતુ ભારતવર્ષના કેટલાંક ભાગોમાં પણ જાણીતું અને પ્રચલિત બન્યું છે.દંતકથાઓ અને
લોકમાન્યતા મુજબ આ મંદિર પૌરાણિક હોવાનું મનાય છે અને જિલ્લામાં એકમાત્ર ચમત્કારિક
ગણપતિ દાદાનું મંદિર આવેલ છે.
દેત્રોજ
તાલુકામાં આવેલ રૃદાતલ ગામની અંદર તળાવના કિનારે પુર્વ દિશામાં સિદ્ધરાજજયસિંહના
યુગમાં એક ગણપતિ દાદાનું મંદિર તેમજ શક્તિમાતાજી અને રૃદ્રેશ્વર મહાદેવના મંદિર
બનાવવામાં આવ્યા હતાં પરંતુ સમય જતાં ગણપતિ દાદાનું મંદિર જમીનદોશ થયું હતું અને
ગણપતિ દાદાની મુત બહાર રસ્તા ઉપર આવી ગઈ હતી. જોકે તે સમયમાં કોઈને ખબર પણ નહોતી
કે અહીં ગણપતિ દાદાનું મંદિર છે અને આ મુત ગણપતિ મહારાજની હશે? જેથી આ મુતની
બાજુમાંથી ઘણા વર્ષો પહેલાં બળદગાડું અને સવાર નીકળ્યો બળદગાડાના સવારે વિચાર્યું
કે આ પથ્થર સરસ છે અને કામમાં આવશે તેથી તેણે ગાડામાં આ પથ્થર સમજીને ‘વિઘ્નહર્તાની મુતને બેસાડીને ગામની બહાર જતાં પશ્ચિમ દિશાના રસ્તા ઉપર
નીકળી ગયો હતો અને રૃદાતલ ગામનો સીમાડો આવતાં આ ગાડું અટક્યું.
બળદો
પણ ઉભા રહ્યાં પણ બળદનો સવાર આ બધી વાતોથી અજાણ હતો તેને બળદો છોડી મુક્યા અને તે
પથ્થરને ઉતાર્યોે હતો અને સ્વયં વિઘ્નહર્તા ગણપતિ દાદા પ્રગટ થયાં અને પુર્વ
દિશામાં આવેલ દાદાની જગ્યાએ દાદાએ અહીં બેસણાં કર્યા હતાં ત્યારે આજુબાજુના લોકોને, ગામ લોકોને આ વાતની
જાણ થઈ અને અહીં ભવ્ય રૃદાતલ ગણપતિ દાદાનું મંદિર બંધાવવામાં આવ્યું, આ મંદિરના ગર્ભગૃહમાં ગણપતિ બાપ્પાની સાથે તેમની બે પત્નીે
રિધ્ધિ-સિદ્ધિના દર્શન થાય છે. આ મંદિરમાં સેંકડો લોકોની આસ્થા જોડાયેલી છે.
રૃદાતલ
ગણપતિ દાદાનું મંદિર હાલ વિશાળ કેમ્પસમાં આજુબાજુની હરિયાળી અને શાંતિના વાતાવરણ
વચ્ચે શોભાઈ રહ્યું છે. માંડલ,દેત્રોજ,કડી, મહેસાણા,બેચરાજી સહિતના ઉત્તરગુજરાત અને ઝાલાવાડની પંથકના શ્રધ્ધાળુઓની આસ્થા અહીં
જોડાયેલી છે અહીં દર મહિનાની વદ-૪ ના રોજ ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. ભાદરવા માસની ચોથ એટલે કે ગણેશ ચતુર્થીએ
ભક્તોનું કીડીયારું ઉભરાય છે. અહીં દસ દિવસ મહારાષ્ટ્રની જેમ ઉત્સવો, લોકમેળાઓ યોજાય છે આ ગણપતિ દાદાની બરોબર સામે મુષકદેવ (ઉંદર) પણ બિરાજમાન
છે અને અહીંની માન્યતા છે કે, ગણપતિ દાદાના દર્શન કરી જે
તમારી મનોકામના હોય તે મુશકરાજના કાનમાં કહો તો છેક દાદા સુધી પહોંચી જાય છે. ગણેશ
ઉત્સવના દસેય દિન રાત્રિ કાર્યક્રમો, સંતવાણી તેમજ પ્રસાદ,
મહાપુજાઓ,અન્નકુટ ઉત્સવો સહિતના કાર્યક્રમો
યોજાનાર છે.