Jamnagar Corporation : જામનગરમાં કચરાના પ્રોસેસ માટેના કાર્યરત પ્લાન્ટ વેસ્ટ ટુ એનર્જીના સંચાલકોએ એકાએક પ્લાન્ટ બંધ કરી દીધો હતો. આથી અગાઉ તેમને નોટીસ પાઠવ્યા પછી હવે મહાનગર પાલિકાએ લીગલ નોટીસ ફટકારી છે.
જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં વેસ્ટ ટુ એનર્જી નામનો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો, જ્યાં શહેરભરમાંથી એક એકત્ર કરાયેલો કચરાનો જથ્થો આ પ્લાન્ટમાં મોકલવામાં આવતો હતો જેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી તેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હતી, પરંતુ કોઈપણ કારણોસર કંપનીને બંધ કરીને તેના સંચાલકો ચાલ્યા ગયા હતાં. છેલ્લા કેટલાક મહિનાથી આ કંપની બંધ છે.
બીજી તરફ ફરી પાછો કચરો ગુલાબનગર ડમ્પીંગ પોઈન્ટમાં નાખવામાં આવતા ત્યાં પણ કચરાના ગંજ ખડકાયા છે. મહાનગરપાલિકા દ્વારા અગાઉ બે વખત કંપનીને નોટીસ આપવામાં આવી હતી, અને તાજેતરમાં ત્રીજી વખત હવે લીગલ નોટીસ પાઠવાઈ છે. જ્યારે કચરાના ગંજના નિકાલ કરવો. હવે મહાનગરપાલિકા માટે મુસીબત સમાન સમાન બન્યો છે.