દુકાનોમાં રહેલો લાખોની માલસામાન બળીને ખાખ
ધ્રાંગધ્રા, પાટડી અને વિરમગામ ફાયર ફાયટરની ટીમે ચાર કલાકની જહેમતત બાદ આગ પર કાબુ મેળવ્યો
સુરેન્દ્રનગર: ૫ાટડી શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલા ઉમિયા કોમ્પલેક્ષમાં હાર્ડવેરની બે દુકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. સદ્દનસીબે રાતનો બનાવ હોવાથી જાનહાની ટળી હતી પરંતુ આગને કારણે દુકાનમાં રહેલ મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો હતો.
ઉમિયા કોમ્પલેક્ષમાં ધનંજય હાર્ડવેર સ્ટોર્સની બે દુકાનમાં મોડીરાત્રે આગ લાગી હતી.