– દિલ્હી અને ઢાકા વચ્ચે સંબંધો બગડયા હોવા છતાં મોદીએ યુનુસને લખ્યું : ”મુક્તિ-સંગ્રામ”ની ભાવના આપણા સંબંધોમાં માર્ગદર્શક બની છે
નવીદિલ્હી : દિલ્હી અને ઢાકા વચ્ચે સંબંધો ખરાબ થયા હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની અંતરિમ સરકારના અગ્રણી મોહમ્મદ યુનુસને પત્ર લખી, તેઓને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી સાથે બંને દેશો વચ્ચે ભાગીદારી આગળ વધારવા પ્રતિબદ્ધતા દર્શાવી.
વડાપ્રધાને લખ્યું : મહા મહીમ હું બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસના અવસરે આપને અને બાંગ્લાદેશના લોકોને શુભેચ્છાઓ પાઠવું છું. આ દિવસ આપણા સમાન ઇતિહાસ અને બલિદાનોના પ્રમાણ રૂપે રહેલો છે. તેણે આપણા દ્વિપક્ષીય સંબંધોનો પાયો નાખ્યો છે.