Govt Banned Soft Porn Apps: કેન્દ્ર સરકારે અશ્લીલ કન્ટેન્ટ પર આકરૂ વલણ અપનાવતાં ઉલ્લુ એપ, ALTT, દેશીફ્લિક્સ, અને બિગ શોટ્સ જેવી અનેક એપ્લિકેશન્સ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી છે. આ સંદર્ભે નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે.
નોટિફિકેશન અનુસાર, ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, દેશભરમાં આ પ્રકારના સોફ્ટ પોર્ન કન્ટેન્ટ દર્શાવતી 25 વેબસાઈટ્સ તાત્કાલિક ધોરણે બ્લોક કરવામાં આવે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજીના મંત્રાલયને આ પ્રકારની એપ્સ અને વેબસીરિઝ એડલ્ટ કન્ટેન્ટ પ્રસારિત થઈ રહ્યું હોવાની અનેક ફરિયાદો મળી હતી. જેના પર કાર્યવાહી હાથ ધરતાં ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સને ઉલ્લુ, અલ્ટ, અને દેશીફ્લિક્સ સહિતના 25 ઓટીટી પ્લેટફોર્મ પર પ્રતિબંધ લાદવા આદેશ અપાયો છે.
નોટિફિકેશનમાં ભાર મૂકવામાં આવ્યો છે કે, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ 2000 અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રૂલ્સ, 2021 હેઠળ ગેરકાયદે ગણાતી માહિતી અને દ્રશ્યોને દૂર કરવાની જવાબદારી મધ્યસ્થીઓની છે.
અશ્લીલ સામગ્રી દર્શાવતી આ એપ્સ પર બૅન
બિગ શોટ્સ એપ, બુમેક્સ, નવરસા લાઈટ, ગુલાબ એપ, કંગન એપ, બુલ એપ, જલવા એપ, વાઉ એન્ટરટેઈનમેન્ટ, લુક એન્ટરટેઈનમેન્ટ, હિટપ્રાઈમ, ફેનિયો, શોએક્સ, સોલ ટોકિઝ, અડ્ડા ટીી, હોટએક્સ વીઆઈપી, હલચલ એપ, મુડ એક્સ, નિયો એક્સ વીઆઈપી, ફુગી, મોજફિક્સ, ટ્રિફ્લિક્સ, ઉલ્લુ, અલ્ટ બાલાજી, દેશીફ્લિક્સ.
માર્ચમાં પણ મૂક્યો હતો પ્રતિબંધ
અશ્લીલ સામગ્રી દર્શાવતા ડિજિટલ કન્ટેન્ટ પર અંકુશ લાદવા માર્ચમાં મંત્રાલયે 19 વેબસાઈટ, 10 એપ્સ, અને 18 ઓટીટી પ્લેટફોર્મ્સના 57 સોશિયલ મીડિયા હેન્ડલર્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.