India-Pakistan Tension : પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારતને વિશ્વભરનું સમર્થન મળી રહ્યું છે. અમેરિકા (America), રશિયા (Russia) સહિત મોટાભાગના દેશોએ હુમલાની નિંદા કરી છે. હવે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ (US Secretary of Defense Pete Hegseth) અને ભારતીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ (Defence Minister Rajnath Singh) વચ્ચે ફોન પર વાત થઈ છે, જેમાં અમેરિકાએ મોટી જાહેરાત કરી કહ્યું કે, ‘અમે ભારતના સૈન્ય અધિકારોનું સમર્થન કરી છીએ.’ આ પહેલા અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ભારતના વિદેશમંત્રી એસ.જયશંકર અને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફ સાથે વાત કરીને બંનેને તણાવ ઘટાડવા અપીલ કરી હતી. આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.