બરવાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
બોટાદ લોકલ ક્રાઈમ બ્રાંચે ૨૦ જુગારીને રૂ.૫૨,૫૩૦ના મુદ્દામાલ સાથે આબાદ ઝડપ્યા ઃ જુગાર રમાડનાર ફરાર
ભાવનગર: બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર બોટાદ લોકલ ક્રાઈમબ્રાંચે દરોડો પાડી જુગાર રમતા ૨૦ શખ્સાને રોકડ સહિતના મુદ્દામાલ સાથે આબાદ ઝડપી પાડયા હતા. જયારે, જુગાર રમાડનાર ખાઁભડાનો શખ્સ ફરાર હોવાથી પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ખાંભડા ગામની સીમમાં કેનાલના કાંઠે પડતર જગ્યામાં ઉંટ દેવમાના મંદિરથી વોંકળામાં ખુલ્લી જગ્યામાં ગામનો જ શખ્સ અન્યોને બહારથી બોલાવી જાહેરમાં જુગાર રમી-રમાડી રહ્યો છે તેના આધારે ટીમે દરોડો પાડયો હતો. અને સ્થળ પર જુગાર રમતાં અનિલ બાબુભાઈ જાદવ, અજીત બાબુભાઈ જાદવ, અશોક જેરામભાઈ વાઘેલા (રહે.ત્રણેય બોટાદ),કમલેશ બટુકભાઈ રાવલ (રહે.સાળંગપુર), નરેશ બોઘાભાઈ શેખ (રહે.જોટીંગડા), વિક્રમ જોરસંગભાઈ ચૌહાણ (રહે.ઝીંઝાવદર), જોરૂ એભલભાઈ ખાચર (રહે.સાળંગપુર), પ્રતાપ જોરૂભાઈ પાટગીર (રહે.કારીયાણી), હસમુખ વિરેન્દ્રભાઈ કણઝરીયા(રહે.બોટાદ), પુનિત વલ્લભભાઈ જાદવ (રહે.તાજપર), અમરત અરજણભાઈ કુંવારીયા (રહે.બોટાદ), રાજુ હમીરભાઈ ખાંભલા (રહે.લાખેણી), હિંમત દુર્લભરામ નીમાવત (રહે.ઉગામેડી), નંદલાલ સવજીભાઈ પરમાર (રહે. લાખણકા), હરેશ કાનજીભાઈ તલસાણીયા (રહે.સાળંગપુર), હિતેશ વલ્લભભાઈ મકવાણા (રહે.શીયાનગર), નરૂ અભરામભાઈ ઉમડીયા (રહે. બોટાદ), અમીન સુલતાનભાઈ તળાજીયા (રહે.બોટાદ), ભરત ગોવિંદભાઈ ઝાપડીયા (રહે.પાળિયાદ) અને વાલજી ખીમાભાઈ પરમાર (રહે.મોટા જીંજાવદર)ને કુલ રૂ.૫૨,૫૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. ઝડપાયેલાં તમામની પુછપરછ કરતા ખાંભડા ગામે રહેતો બાબ ભુપતભાઈ ખાચરે તમામને જુગાર રમવા બોલાવ્યા હોવાની કબૂલાત આપી હતી. જો કે,પોલીસ દરોડા દરમિયાન આ શખ્સ મળી આવ્યો ન હતો.લોકલ ક્રાઈમ બ્રાન્ચે બરવાળા પોલીસમાં ઉક્ત ૨૦ઈસમો વિરૂદ્ધ જુગારધારાની કલમ અન્વયે ગુન્હો નોંધી ફરાર શખ્સને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.