ST બસ સ્ટેન્ડ બનાવવા સરકારી જમીન ખુલ્લી કરાવાઈ : તંત્ર દ્વારા 7 JCB તથા 15 ટ્રેક્ટરો સહિતનાં સાધનો સાથે ડિમોલિશન કરાતાં એક તબક્કે ટોળાં એકત્ર
વેરાવળ, પ્રભાસપાટણ,: યાત્રાધામ સોમનાથમાં રેલવે સ્ટેશનની બાજુમાં આધુનિક એસટી બસ સ્ટેન્ડ બનાવવા માટે સરકારી જમીન ખુલ્લી કરાવવા માટે ડિમંલીશન હાથ ધરાયું હતું. સરકારી જમીન પરથી દબાણો હટાવવા કામગીરી હાથ ધરાતા એક તબક્કે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતાં. પરંતુ પોલીસ દ્વારા ટોળા વિખેરી નાખવામાં આવ્યા હતાં. દબાણો હટાવી 4,000 ચોરસ મીટર સરકારી જમીન ખુલલી કરાઈ હતી. હાલ તેની બજાર કિંમત 3.80 કરોડ જેટલી થાય છે.