વડોદરાઃ કારેલીબાગના એક મકાનમાંથી ફર્નિચરનો સામાન ચોરીને ફરાર થઇ ગેયલી બે મહિલાને પોલીસે ઝડપી પાડી તમામ સામાન કબજે કર્યો છે.
આજવારોડની હરીકૃષ્ણ ટાઉનશિપમાં રહેતા સ્મિત ઠક્કરે પોલીસને કહ્યું છે કે,કારેલીબાગ જીવનભારતી નજીક હરિશ નગરમાં અમારું નવું મકાન બનતું હોવાથી તેમાં ફર્નિચરનું કામ થઇ રહ્યું છે.જેમાં ગઇ તા.૨૧મીએ રાતે રૃ.૧ લાખ ઉપરાંતના ફર્નિચરના સાધનોની ચોરી થઇ હતી.
આ અંગે ગઇકાલે નોંધાયેલી ફરિયાદને આધારે કારેલીબાગના પીઆઇ એચ એમ વ્યાસે એક ટીમ બનાવી સીસીટીવી ફૂટેજ તપાસતાં પગરિક્ષામાં સામાન ચોરી જતી બે મહિલા ઓળખાઇ હતી.પોલીસે જુદીજુદી જગ્યાએ ફૂટેજ તપાસ્યા બાદ આજે અમિતનગર પાસેથી બંને મહિલાને ઝડપી પાડી તમામ ચોરેલો માલ કબજે કર્યો હતો.