– 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જપ્ત કરેલી દારૂની 30,847 બોટલ પર રોલર ફેરવી દેવાયું
નડિયાદ : ખેડા જિલ્લામાં પોલીસે જપ્ત કરેલો ૧.૪૮ કરોડના દારૂ પર રોલર ફેરવીને નાશ કર્યો હતો. પોલીસ સહિત વિવિધ વિભાગની હાજરીમાં દારૂની ૩૦, ૮૪૭ બોટલોનો નાશ કર્યો હતો.
ખેડા જિલ્લાના ત્રણ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવેલા દારૂનો નાશ કરાયો હતો. જેમાં મહેમદાવાદ પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલી ૭૩ લાખની ૧૬,૫૨૭ બોટલો, લીંબાસી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલી ૬૪ લાખની કુલ ૧૨,૧૨૪ બોટલો અને ખેડા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરાયેલા ૧૦ લાખની કુલ ૨,૧૯૬ દારૂની બોટલોનો સમાવેશ થાય છે.