– તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો
– દારૂની 81 બોટલ અને 60 પાઉચ સહિત રૂા. 40 હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો
ભાવનગર : તળાજાના રાળગોન ગામે વાડીમાં લીલા ચારામાં છૂપાવેલો દારૂનો જથ્થો તળાજા પોલીસે ઝડપી પાડયો હતો. આ મામલે પોલીસે વાડી માલિક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજા તાલુકાના રાળગોન ગામેથી બગદાણા જતા રસ્તે ભયલુભા રણજીતસિંહ ગોહિલ નામના શખ્સે પોતાની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છૂપાવ્યો હોવાની તળાજા પોલીસને બાતમી મળી હતી. જે બાતમીના આધારે તળાજા પોલીસે ઉક્ત શખ્સની વાડીમાં તપાસ કરી હતી. જ્યાં વાડીમાં આવેલ રહેણાંકી મકાનની બાજુમાં લીલા ચારામાં ભારતીય બનાવટની વિદેશી દારૂની ૮૧ બોટલ અને ૬૦ પાઉચ મળી આવ્યા હતા. તળાજા પોલીસે દારૂ તથા બાઈક સહિત કુલ રૂ.૪૦ હજારનો મુદ્દામાલ કબ્જે લઈ ભયલુભા રણજીતસિંહ ગોહિલ (રહે.રાળગોન) વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.