Central Government’s big Decision at CCS Meeting : પાકિસ્તાન સાથે ભારતના તણાવ વચ્ચે ભારતે મોટો નિર્ણય કર્યો છે. સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર કર્યો છે. પૂર્વ રૉ પ્રમુખ આલોક જોશીને અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
બોર્ડમાં વધુ છ સભ્યોનો પણ સમાવેશ
આ ઉપરાંત બોર્ડમાં વધુ છ સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં પૂર્વ વેસ્ટર્ન એર કમાન્ડર એર માર્શલ પીએમ સિંહા, ભૂતપૂર્વ સધર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ એકે સિંહ અને રીઅર એડમિરલ મોન્ટી ખન્ના, લશ્કરી સેવાઓમાંથી નિવૃત્ત અધિકારીઓનો સમાવેશ થાય છે. રાજીવ રંજન વર્મા અને મનમોહન સિંહ ભારતીય પોલીસ સેવાના બે નિવૃત્ત સભ્યો છે. સાત સભ્યોના બોર્ડમાં બી વેંકટેશ વર્મા નિવૃત્ત વિદેશ સેવા અધિકારી છે.
CCSની બેઠકમાં લેવાયો નિર્ણય
આ નિર્ણય પહલગામ આતંકવાદી હુમલાના પગલે લેવામાં આવ્યો છે, જેમાં એક નેપાળી નાગરિક સહિત 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા હતા તેમજ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. પહલગામ આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારા તેમના નિવાસસ્થાને બોલાવવામાં આવેલી સુરક્ષા મામલેની કેબિનેટ સમિતિ (CCS) ની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.